શહેરના મંગળા રોડ ટાગોર માર્ગ પર ગુવંદના એપાર્ટમેન્ટમાં રહેતાં વિરાજ અશ્વીનભાઇ જાની (ઉ.વ.૨૯)નામના વેપારી યુવાને રાત્રીના સાડા બારેક વાગ્યના અરસામાં એ–ડિવીઝન પોલીસ સ્ટેશન કેમ્પસમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી હતી.યુવકે ફિનાઇલ પીધા પહેલા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં જ એક વિડીયો બનાવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, પોતે કનક રોડ પર આવેલ શ્રી સત્યવિજય પટેલ હિન્દુ ધર્મશાળા તરીકે ઓળખાતી બિલ્ડીંગના પહેલા માળે આવેલી ઓફિસના ૭૦ વર્ષ જુના ભાડુઆત છે. આ જગ્યા જર્જરીત થઇ ગઇ હોઇ તે રિપેર કરાવતાં જગ્યાના માલિક સહિતનાએ હેરાનગતી શ કરતાં અને મહાનગર પાલિકાના અધિકારીઓ તરફથી પણ જગ્યા પાડી નાખવાની નોટીસો અપાતાં તેમજ પોલીસને અરજીઓ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા કંટાળીને પગલુ ભં છું. યુવકે ગઇકાલે એ–ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં રવિ નીંદરોડા, આકાશ નિંદરોડા, મિલ્કતના માલિક નંદલાલભાઇ પટેલ, મનપાના આસી. ટાઉન પ્લાનર અતુલ રાવલ, આસી. સિવિલ એન્જિનીયર મોૈલિક ટાંક સહિતના નામ લખી કેટલાક આક્ષેપો કર્યા છે.
પરંતુ બાદમાં ટ્રસ્ટીઓ વચ્ચેના વાદવિવાદને કારણે અમારા વિધ્ધ કાર્યવાહી હાથ ધરાઇ હતી અને ટેનેન્ટેબલ રીપેરીંગ અને સમારકામ સંબંધીત ખોટી હકિકતોને આધારે દાવો દાખલ કર્યેા હતો. ઓળખાણને કારણે અમારા વિધ્ધ રજૂઆતો કરવામાં આવી હતી. આવા આક્ષેપો કર્યા છે.
યુવકે એવા પણ આક્ષેપ કર્યા છે કે, અગાઉ મહાપાલિકા અને પોલીસને અરજી કરવા છતાં કોઇ પગલાં લેવાયા નથી. બીજી તરફ અિકાંડ થયા બાદ મહાપાલિકા તત્રં હરકતમાં આવ્યું છે અને જર્જરીત બિલ્ડીંગોને દૂર કરવા નોટીસો અપાઇ છે. ખુદ મનપાના જ હાથીખાના ચોક બિલ્ડીંગના દુકાનદારો, ઓફિસવાળાઓને નોટીસ અપાઇ છે. યુવક દ્રારા કરાયેલા આક્ષેપોમાં તથ્ય શું ? તે તપાસનો વિષય છે. ફિનાઇલ પીતો વીડિયો બનાવ્યો અને વાયરઇ થયો તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech