પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની છૂક-છૂક ગાડી ચાલુ...! પેટ્રોલમાં 27, ડીઝલમાં 34 પૈસાનો વધારો

  • May 07, 2021 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની મહામારીમાં પણ જનતા જનાર્દન પર પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો કોરડો વિંઝાઈ રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી સ્થિર રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગત્ 4થી મેથી ટીચૂક-ટીચૂક ભાવવધારો શ થઈ ગયો છે.

જામનગર શહેરમાં આજે પેટ્રોલનો ભાવ  88.29 પૈસા તથા ડીઝલનો ભાવ 87.92 પૈસા થઈ ગયો છે. ગઈકાલે પેટ્રોેલનો ભાવ 88 પિયા અને 2 પૈસા તથા ડીઝલનો ભાવ 87 પિયા અને 59 પૈસા હતો, જેમાં પેટ્રોલમાં 27 પૈસા તથા ડીઝલમાં 33 પૈસાનો વધારો થવા પામ્યો છે.

કોરોના મહામારીના લીધે રાત્રિ કર્ફયુ, સ્વૈચ્છિક લૉકડાઉનને લીધે મહત્તમ લાકો ધંધા-રોજગાર બંધ કરીને ઘરે જ હોય છે. એવા સમયે કોરાના વૉરિયર્સ, પોલીસ ખાતું, આરોગ્ય ખાતું, મીડિયાકર્મીઓ, સફાઈ કામદારો વગેરેની જ આવન-જાવન વધારે જોવા મળે છે. એટલે આ ભાવ વધારો કોરોના વૉરિયર્સને જ હાલ પુરતો પ્રભાવિત કરી રહ્યો છે.

છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ-ડીઝલના સ્થિર રહેલાં ભાવ 4થી મેથી ક્રમશ: ધીમે-ધીમે રાજાના કૂંવરની જેમ વધી રહ્યાં છે! 3જી મેના રોજ પેટ્રોલનો ભાવ 87 પિયા અને 48 પૈસા હતો જ્યારે ડીઝલનો ભાવ 86 પિયા અને 67 પૈસા હતો. ચાર દિવસમાં પેટ્રોલમાં 81 પૈસા તથા ડીઝલમાં 1 પિયો અને પાંચ પૈસા વધારો થઈ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)