વીંછિયા પોલીસ સ્ટેશનમાં પીઆઇની ચેમ્બરમાં પીઆઇની હાજરીમાં એક અરજદારે વીજ ના.ઇજનેરને તમાચો મારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે ઇજનેરની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વીજ બીલને લઇ અરજદારે અરજી કરી હોય જે અંતર્ગત બંનેને પોલીસ સ્ટેશન બોલવામાં આવ્યા હતાં દરમિયાન આ ઘટના બની હતી.
જાણવા મળતી વિગતો મુજબ,વીંછિયામાં સત્યજીત સોસાયટીમાં રહેતા અને પાંચ મહિનાથી વીંછિયામાં પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવનાર ગૌરવભાઇ અશ્ર્વીનભાઇ બોડા(ઉ.વ ૩૦) દ્વારા વીંછિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૂપાવટી ગામમાં રહેતા હિતેશ લવજીભાઇ ગાબુનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે તેઓ પોતાની ફરજ પર હતા ત્યારે સાંજના વીંછિયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,અરજદાર હિતેશ ગાબુએ જીઇબી ઓફિસ વિરૂધ્ધમાં અરજી કરી હોય જેથી નીવેદન માટે બોલવતા ફરિયાદી અહીં પોલીસ સ્ટેશન ગયા હતાં.અહીં પીઆઇની ચેમ્બરમાં ફરિયાદીએ અરજદારને અરજી બાબતે સમજાવી ચેકિંગને લઇ તમારી કોઇ ફરિયાદ હોય તો ૫૦ ટકા રકમ ભરી પીજીવીસીએલના નિયમ મુજબ,ઇકેકટ્રીકલ ઇન્સ્પેકટરમાં ચેકીંગ બાબતે રજુઆત કરી શકો છો તેમ કહેતા આરોપી હીતેશ ગાબુએ ઉશ્કેરાઇ જઇ પીઆઇ ચેમ્બરમાં જ વીજ ઇજનરેને ગાળો આપી ઝપાઝપી કરી લાફો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દરમિયાન પોલીસ સ્ટાફે વચ્ચે પડી ઇજનેરને છોડાવ્યા હતાં.
વધુમાં જણવા મળતી વિગતો મુજબ,આરોપી ઘરમાં ઘરેલું કનેકશનમાં કોર્મિશયલ વીજ વપરાશ કરતા હોય જેથી ચેકિંગ દરમિયાન તેને તફાવતની રકમ રૂ.૨૪ હજાર માટે બીલ ફટકારવામાં આવ્યું હતું.જે બાબતે તેણે અરજી કરી હતી.બાદમાં પોલીસ સ્ટેશનમાં જ ઇજનેર પર હુમલો કરી દીધો હતો.આ અંગે ના.ઇજનેરની ફરિયાદ પરથી આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech