ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે એનએચ–૫૧માં ૪૦ કિલોમીટરના અંતરમાં બે ટોલટેકસ શ કરતાં આ બંને ટોલટેકસ વચ્ચેનું અંતર ઓછું હોય ગેરકાયદેસર ગણાવતી જાહેર હીતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે દ્રારકાથી ભાવનગર સુધી નેશનલ હાઇવે ઓથોરિટીનો હાઈવે એનએચ–૫૧ છે. જે ગીર સોમનાથમાંથી પસાર થાય છે તેમાં સોમનાથ જંકશનથી કોડીનાર તરફે ૧૦ કીમીના અંતરે સુંદરપુરા ટોલટેકસ આવેલ છે. ત્યાં વાહન દીઠ એક તરફે યાત્રાના પિયા ૬૦થી ૧૧૦૦ સુધી વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે અને સોમનાથ જંકશનથી ૫૧ કિલોમીટરના અંતરે ઉના તરફે વેળવા ગામ પાસે બીજુ ટોલટેકસ આવે છે.
ત્યાં એક તરફે યાત્રાના વાહન દીઠ ૭૦થી ૪૪૫ વસૂલવામાં આવે છે. આ બંને ટોલટેકસ વચ્ચેનું અંતર માત્ર ૪૦ કિલોમીટર છે તેમજ હાલ સોમનાથથી ઉના તરફે અનેક જગ્યાએ આ રોડનું કામ અધૂં હોય અને ઓવરબ્રિજ કાર્યરત ન હોય અને જે બ્રિજનું કામ શ છે ત્યાં સર્વિસ રોડ પરથી નીચેથી વાહનો પસાર થતા હોય અને બ્રિજની ઉપર કામ શ હોય તે ખૂબ જોખમી છે તેમ છતાં છેલ્લા ચાર માસથી આ ટોલ ટેકસ ઉઘરાવવાનું શ કરી દેવામાં આવ્યું છે તેમજ કેશોદથી કે માંગરોળ તરફથી આવતા વાહનોને ડારી ટોલટેકસ પર ટોલ ટેકસ ચૂકવી અને ૨૫ કિ.મી.ના અંતરે સુંદરપુરા ટોલ ટેક્ષ ચૂકવવો પડે છે એટલે હાલે વેરાવળથી ઉના યાત્રા દરમીયાન બે ટોલ ટેકસ અને કેશોદ અથવા માંગરોળથી ઉના જવું હોય તો ડારીથી ડોળાસા સુધીમાં ૬૫ કિલોમીટરના અંતરે ત્રણ ટોલટેકસ ડારી, સુંદરપુરા અને વેળવા એમ ત્રણ જગ્યાએ વાહન ચાલકોને પૈસા ચૂકવવા પડે છે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી દ્રારા માર્ચ ૨૦૨૨માં સંસદમાં કહેવાયું હતું કે દેશમાં કોઈ પણ ગ્યાએ બે ટોલ વચ્ચે ૬૦ કિલોમીટરનું અંતર હોવું જરી છે અને બે ટોલ વચ્ચે ૬૦ કિલોમીટરથી ઓછુ અંતર હશે તો તે ટોલ નાકું બધં કરવામાં આવશે પણ આશરે છેલ્લ ા ચાર મહિના પહેલા શ કરાયેલા ગીર સોમનાથના બે ટોલટેકસ વચ્ચેનું અંતર માત્ર ૪૦ કિ.મી. જેટલું હોય એ વાત નવાઈ પમાડે તેવી છે.
સમગ્ર મામલે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણ દ્રારા રોડ ઉપર કયાં કામગીરી ચાલુ છે તે બાબતની વિગતો તેમજ વિશેષ આધાર પુરાવાઓ જોડી આ ટોલ ટેક્ષ કાયદેસર છે કે કેમ અને આ ટોલ ગેરકાયદે ઉઘરવાયો હોય તો વાહન ચાલકો પાસે થી ઉધરવાયેલ રકમ પરત કરવી જોઈએ તેવી માંગ કરતી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી પી.આઈ.એલ દાખલ કરવામાં આવી છે ગુજરાત હાઇકોર્ટ સમગ્ર મામલે અગામી ૨૮ માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગીર સોમનાથમાં ૨૦૧૬થી શ થયેલો સોમનાથ ભાવનગર હાઈવે પ્રોજેકટ અનેક વાર રોડ ના કામ તથા કામ ની ગુંણવત્તા બાબતે વાદ વિવાદોમાં આવેલો છે. આ ટોલટેકસ ગેરકાયદે હોય અને પ્રજાના ખિસ્સા પર ભારણ હોય બધં કરવા બાબતે સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્રારા કાયદાકીય મોરચો માંડતા ગીર સોમનાથ જિલ્લ ામાં સ્થાનિકોમા પણ કોર્ટ દ્રારા રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે. સમગ્ર મામલે હાઇકોર્ટમાં અરજદાર તરફે એડવોકેટ નબીલ ઓ. બલોચ રોકાયેલા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાન કાર્ડ અને આધાર કાર્ડને હજુ સુધી નથી કર્યું લિંક, તો 1 એપ્રિલથી નહીં મળે ડિવિડન્ડ
March 25, 2025 07:54 PMલાઈવ કોન્સર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી નેહા કક્કર, આ ભૂલના કારણે ભડકી ગયા ફેન્સ
March 25, 2025 07:52 PMહમાસ-હુથી છોડો, આ મુસ્લિમ સંગઠને ઇઝરાયલને બરબાદ કરવાની લીધી કસમ, છોડી 3 મિસાઇલ
March 25, 2025 07:51 PMસુરત: વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત, શર્ટથી ગળાફાંસો ખાધો
March 25, 2025 07:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech