સુરતમાં નોટરીના લાયન્સ માટે પૈસા ઉઘારાવ્યાના પ્રકરણ બાદ રાજકોટમાં પણ આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું હતું.જેને લઇ વકીલોની છબી ખરડાઈ તેમ હોવાથી રાજકોટના લીગલ સેલના પૂર્વ સહ કન્વીનર અને બાર એસોસિએશનના પ્રમુખ સહિત અગ્રણી ધારાશાક્રી દ્રારા આર્થિક વહીવટ કરી નિમણૂક પત્રમાં રહી ગયેલા અને મેળવેલા વકીલોએ આગળ આવી ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ એવી ચર્ચા છે કે,ચાર વચેટીયા કારીગરી કરી ગયા છે.આ મામલે હવે ભીંસ વધતા છાનાખૂણે સમાધાનના પ્રયાસ કરાઇ રહ્યા છે.બે વકીલોને પૈસા પરત આપી દેવામાં આવ્યા છે.જયારે અન્ય સાથે વાતચીત ચાલી રહી છે.
નોટરી લાયસન્સના નામે રાજકોટના વકીલો પાસેથી વચેટીયાઓએ કરોડો પિયા ખંખેરી લીધાના સમાચારોથી સમગ્ર ગુજરાતમાં વકીલોની આબ પ્રતિાને પારાવાર નુકશાન થયેલું છે. આ અંગે શહેરના અગ્રણી ધારાશાક્રીઓએ જણાવ્યું હતું કે, આવા સમાચારોથી સમગ્ર વકીલ આલમને દુ:ખ થયેલું છે. નોટરી લાયસન્સ અપાવાના બહાને પૈસા લીધા હોય તો પ્રદેશ ભા.જ.૫.ના વકીલોની આબને નુકશાન થયેલ છે. જે.જે. પટેલ કન્વીનર પ્રદેશ બી.જે.પી. લીગલ સેલ ધ્વારા સમગ્ર ગુજરાતના હજારો વકીલોને વગર પૈસા અને વગર લાગવગે નોટરી બનાવી ભા.જ.૫.ની આબ વધારી વકીલોમા લોક ચાહના મેળવેલી છે ત્યારે આવા લેભાગુ વચેટીયાને કૌભાંડ થનારનું કહેનારાઓએ ખુલ્લા પાડી પોલીસ ફરીયાદ કરવી જોઈએ અને ભોગ બનનારને સાથે રાખી ફરીયાદ કરવી જોઈએ. અમારી પાસે ભોગ બનનાર આવશે તો બ તેની સાથે પોલીસ સ્ટેશનમાં જઈ ફરીયાદ કરાવીશુ તેવુ તમામ અગ્રણીઓએ જણાવેલ છે.વધુમાં કોઈની બીક રાખ્યા વગર ભોગ બનનાર આગળ આવે અને અમારી બ પ્રદેશ ભા.જ.૫. લીગલ સેલના જે.જે. પટેલ સમક્ષ ફરીયાદ કરશે તો ચોકકસ તેમને ન્યાય આપવાની ખાત્રી આપીએ છીએ. સુરતમાં પણ ભોગ બનનાર આવશે તો તેમને પણ ન્યાય અપાવવાની અગ્રણીઓએ ખાત્રી આપેલી છે. આ અંગે પ્રદેશ કન્વીનર જે.જે. પટેલ પણ ખુબ જ પગલા લેવા ઉત્સુક છે.
રાજકોટના કોઈ જાગૃત વકીલ પાસે આવા કોઈ ભોગ બનનાર અને છેતરાયાનો અહેસાસ થનાર ઉમેદવાર આવશે તો ચોકકસ તેને ન્યાય અપાવીશુ માત્ર મૌખિક નહી અમો લેખીત ફરીયાદ ભોગ બનનાર સાથે રાખી વચેટીયા કે કૌભાંડીયા સામે ગુનો દાખલ કરાવીશુ.પ્રદેશ ભા.જ.પા. લીગલ સેલના પુર્વ સહકન્વીનર બાર કાઉન્સીલના મેમ્બર દીલીપ પટેલ, બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, નોટરી બાર એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, રેવન્યુ બા૨ એસો.ના પ્રમુખ રમેશ કથીરીયા, રાજકોટ શહેર લીગલ સેલના પુર્વ સહકન્વીનર સી.એચ. પટેલ, બાર કાઉન્સીલના કોપ્ટ મેમ્બર દીલીપ મહેતાએ હંમેશા અમો વકીલ સાથે હતા અને રહીશુ તેવું જણાવ્યું હતું.બીજી તરફ આ મામલે વિવાદ વધુ વકરતા વકીલો પાસેથી જે વચેટીયાએ વહીવટ કર્યેા છે તેમના પર દબાણ વધ્યું છે અને હવે તેમના દ્રારા સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાંથી બે વકીલોને નાણા પરત પણ કરી દેવામાં આવ્યા છે અને અન્ય બે વકીલો સાથે વાતચીત ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો શરીરમાં આ લક્ષણો દેખાય છે,તો અવગણવા નહિ હોય શકે છે કેન્સર
November 23, 2024 05:33 PMઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMUPI છેતરપિંડીથી રહો સાવધાન, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 23, 2024 05:18 PMસ્પેસ સ્ટેશનમાં સર્જાઈ મુશ્કેલી, સુનિતા વિલિયમ્સ માટે ખતરો!
November 23, 2024 05:07 PMશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech