જયરાજસિંહ જાડેજાની જામીન મુકિત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી
જયરાજસિંહ જાડેજાની જામીન મુકિત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી
May 02, 2026 11:51 AM
ગોંડલ થોડા સમય શાંત રહેલુ ગોંડલનું રાજકારણ સ્થાનિક સ્વરાયની ચુંટણીઓ બાદ ફરી ધગધગતું બન્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિદ્ધ નિલેશ રૈયાણી હત્યા કેસમાં મળેલી જામીન મુકિતને પડકારતી અને જામીન રદ કરવાની માંગ કરતી રજુઆત સુપ્રીમ કોર્ટ, રાયનાં પોલીસ વડા,રેન્જ આઇજી, રાયપાલ તથા રાય સરકારને કરાઇ છે. નિલેશ રૈયાણી હત્યા કેસનાં ફરિયાદી જયેશભાઈનાં ભાઈ જગદીશભાઈ મુળજીભાઈ સટોડિયાએ રજૂ કરેલા દસ્તાવેજો મુજબ, જયરાજસિંહ જાડેજાને હાઈકોર્ટ દ્રારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ નંબર ૧૫૩૭૨૦૧૭ થી કરી હતી. સુપ્રીમ કોર્ટે જયરાજસિહને અમુક કડક શરતો સાથે જામીન આપ્યા હતા, જેમાં મુખ્ય શરત 'ગુજરાત રાયની બહાર રહેવું' અને કોર્ટની પૂર્વ મંજૂરી વિના રાયમાં પ્રવેશ ન કરવાની હતી. વધુમાં અરજીમા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જયરાજસિંહ જાડેજા અવારનવાર ગુજરાતમાં અને ખાસ કરીને ગોંડલ તેમજ આસપાસના વિસ્તારોમાં કોર્ટની પરવાનગી વગર હાજર રહે છે. જગદિશ સટોડિયા નો દાવો છે કે ૨૮૦૪૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાયની ચૂંટણીના પરિણામો બાદ ગોંડલના કોલેજ ચોક ખાતે યોજાયેલી ભાજપની વિજય સભામાં જયરાજસિંહે ખુલ્લે આમ ધમકીઓ આપી હતી અને મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કયુ હતું. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે જયરાજસિંહે દર સોમવારે ગોંડલ સીટી એ–ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની હોય છે, પરંતુ તેઓ બ હાજર રહેવાને બદલે સત્તાના જોરે અથવા અન્ય રીતે હાજરી પુરાવી જામીન શરતોનો ભગં કરી રહ્યા છે