પુણેમાં પાલતુ શ્વાન ને ‘ફાંસી’ પર લટકાવી દેવાયા

  • October 24, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂનાના પિરંગુટ વિસ્તારમાં પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરવામાં આવી હોવાનો એક વિચલિત કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક પાળેલા કૂતરાને તેના માલિક દ્વારા કથિત રીતે ફાંસી પર એટલે કે ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હતો, આ ઘટના સ્ટ્રીટ ડોગ્સ બોમ્બે દ્વારા શેર કરવામાં આવી હતી, જે પ્રાણીના અધિકારોની હિમાયત કરે છે.શ્વાનને લટકાવી દેવા પૂર્વે તેને બેફામ માર પણ મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
સ્ટ્રીટ ડોગ્સ બોમ્બે દ્વારા સોશિયલ મમીડિયામાં કરવામાં આવેલી પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓમકાર જગતાપ નામના રહેવાસીની માલિકીના કૂતરાને ફાંસી આપતા પહેલા ’ગંભીર રીતે’ મારવામાં આવ્યો હતો. ફાઉન્ડેશને જણાવ્યું હતું કે સત્તાવાળાઓને એસઓએસ કોલ કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ચેતવણી આપવામાં આવી હતી કે જો કૂતરાને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો તેને મારી નાખવાની પરિવારની ધમકીઓ આપવામાં આવી છે.જોકે, મદદ પહોંચે તે પહેલા કૂતરો ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. આ પોસ્ટને કારણે વ્યાપક ગુસ્સો ફેલાયો છે, સમુદાયે તેના વિશ્વાસુ લોકો દ્વારા માયર્િ ગયેલા પાલતુ માટે ન્યાયની માંગણી કરી છે.
આ કૃત્યોની તસવીરોથી શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર તેમની નિંદા વ્યક્ત કરી. તેમણે પુણે પોલીસને જવાબદારો સામે નિણર્યિક પગલાં લેવા હાકલ કરી હતી, અને કહ્યું હતું કે પાલતુ પ્રાણીઓ પરિવારના સભ્યો છે અને તેમની સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News