જૂનાગઢમાં પાલતું શ્ર્વાનની ચોરી સીસીટીવી ફૂટેજથી ભેદ ઉકેલાયો

  • November 30, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢમાં લેબ્રાડોર પાળેલા કૂતરાને ગણતરીની કલાકોમાં સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢી માલિકને સોંપવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્રારા જેની પાસેથી કૂતરો મળી આવ્યો તેને માત્ર ઠપકો આપી જવા દેતા પોલીસની બેવડી નીતિ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે
ઝાંઝરડા ચોકડી ખાતે ફેન્સી ઢોસા રેસ્ટોરન્ટના જયેશભાઈ પીઠડિયાનો પાલતુ લેબ્રાડોર કૂતરો ઢોસા રેસ્ટોરન્ટ પાસેથી ભૂલો પડી ગયો હતો આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા પત્તો મળેલ નહીં. જેથી નેત્રમ શાખાના પી.એસ.આઇ પ્રતીક મશને જાણ કરી હતી.નેત્રમ શાખા દ્રારા ડીવાયએસપી પટણીના માર્ગદર્શન હેઠળ ઝાંઝરડા ચોકડી આસપાસના વિસ્તારોના સીસીટીવી ફટેજ ચેક કરતા એક અજાણ્યા મોટર કારના ચાલકે કૂતરાને કારમાં બેસાડીને લઈ જતા હોવાનું કેમેરામાં કેદ થયો હતો. જેથી પોલીસે કાર ચાલકને શોધી તેનો સંપર્ક કરતા તેની પાસે ગુમ થયેલ કૂતરો  હોવાની કબૂલાત કરી હતી. પોલીસ દ્રારા કૂતરાને કબજે કરી અને જયેશભાઈને સોંપ્યો હતો.
 શહેરમાં વાહન, મોબાઇલ, તથા સોનાના કિંમતી ઘરેણા અને રોકડ સહિતની ચીજો બાદ હવે પાલતુ કૂતરાને પણ ઝડપવાનો નવો કિસ્સો સામે આવતા ચકચાર જાગી છે. જોકે પોલીસ દ્રારા જેની પાસેથી કૂતરો મળ્યો તે ઝડપાયેલ ઈસમને માત્ર ઠપકો આપી જવા દીધો હતો.જેથી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application