દ્વારકામાં અનુસૂચિત જાતિના યુવક યુવતિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલિમ શિબિર

  • July 15, 2023 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા સંચાલિત અનુસુચિત જાતિના યુવક યુવતિઓ માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર અનુસાર રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં આયોજન કરવાનું નક્કી કરાયું છે.
રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજ્ના અમલમાં મુકવામા આવી છે.
દરેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક- યુવતિઓ માટે નિયત કરેલા સ્થળે ચાર દિવસ માટે ૪૫ યુવક-યુવતિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર જુલાઈ માસમાં યોજવામાં આવશે. આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યકતિત્વ વિકાસ માટે યુવક મંડળોની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતિ માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ,રાષ્ટ્રીય એક્તા તેમજ યુવક યુવતિઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિસ્તૃત સમજણ તેમજ માર્ગદર્શન પૂરી પાડવામાં આવશે.
શિબિરાર્થીઓના શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામા આવશે. શિબિરાર્થીઓના શિબિરના સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા અનુસુચિત જાતિના યુવક યુવતિઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલા જિલ્લા સેવા સદનમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર, ઈ-૧/૨, ઈ-૧/૪ ખાતેથી ફોર્મ મેળવીને જરૂરી આધાર પુરાવા જોડી, આ ફોર્મ કચેરી ખાતે તા. ૨૧ જુલાઈ સુધીમાં જમા કરાવાવનું રહેશે.
આ અંગેની વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી વિનોદભાઈ ચૌધરી (મો. ૯૯૦૯૧૮૦૦૫૭) તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી નેહાબેન ભટ્ટ (મો. ૯૬૬૪૮૫૧૯૧૪) નો સંપર્ક સાધવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application