બિહારના જમુઈ જિલ્લામાં એક મોટો વિસ્તાર જંગલોથી ઢંકાયેલો છે. આ જંગલોની વચ્ચે એવા કેટલાય રહસ્યો છે, જેને જાણીને ચોંકી જશો. જમુઈના જંગલોમાં એક ગુફા છે, જેને પાતાળનો રસ્તો કહેવામાં આવે છે. કહેવાય છે કે આજ સુધી જે પણ આ ગુફામાં ગયા છે તે ક્યારેયપાછા નથી આવ્યા. એટલું જ નહીં આ ગુફાની દીવાલો પર એવી આકૃતિઓ કોતરેલી છે, જેને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. લોકો તેની પાછળ દૈવી શક્તિને પણ કારણ માને છે અને તેને લઈને લોકોમાં ઘણી વાર્તાઓ પણ પ્રચલિત છે. અહીંના લોકો આ ગુફાથી એટલા ડરે છે કે તેમણે આ ગુફાનું મુખ એક મોટા પથ્થરથી બંધ કરી દીધું છે.
સ્થાનિકોએ જણાવ્યું છે કે જે પણ આ ગુફામાં ગયા છે તે ક્યારેય બહાર આવી શકતા નથી. ઘણા વર્ષો પહેલા એક કન્યા, તેનો વર અને લગભગ 15 જાનૈયાઓ પાલખીમાં મુસાફરી કરી રહ્યા હતા. સાંજ પડી હતી અને વરસાદ શરૂ થયો હતો. તેથી તેઓએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને આ ગુફામાં બેસી ગયા. થોડા સમય પછી લોકોને ખબર પડી કે કન્યા ગુમ થઈ ગઈ છે. થોડી જ વારમાં વર પણ ગાયબ થઈ ગયો અને થોડા સમય પછી જાનના તમામ મહેમાનો પણ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે ગામલોકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો જોયું કે ગુફાની દિવાલ પર વર, કન્યા, પાલખી અને તેમના લગ્નની જાનની તસવીરો દોરેલી હતી, જેના પરથી લોકોએ તેનું નામ પાડ્યું. "કોહબાર". આ ગુફાને લઈને અહીંના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.
આ ગુફાની આસપાસ આદિવાસી વસાહત છે, જેમાં લગભગ 15 આદિવાસી પરિવારો રહે છે. આ ગુફાને લઈને આ પરિવારોમાં એટલો ડર છે કે તેના વિશે બોલવાનું પણ ટાળે છે. પરિસ્થિતિ એવી છે કે ઢોર ચરતા લોકો દિવસ દરમિયાન ગુફાની આસપાસ ફરે છે પરંતુ સાંજ પછી તેની નજીક કોઈ જતું નથી. આદિવાસી લોકોએ જણાવ્યું કે ગુફાની અંદર એટલો બધો અંધકાર હતો અને ગુફા એટલી ઊંડી હતી કે તેઓ તેને જોતા જ ડરી ગયા. બાદમાં સ્થાનિક લોકો અને આદિવાસી લોકોની મદદથી ગુફાના મોઢા આગળ પથ્થરો અને માટી ભરવામાં આવી હતી. જમુઈ જિલ્લાની આ ગુફા પોતાની અંદર એટલા બધા રહસ્યોમાં સમાયેલી છે કે જેના વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. જો કે આ ગુફા જંગલની મધ્યમાં આવેલી છે અને તેની ચારે બાજુ લીલાછમ ગાઢ જંગલો છે અને અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા જેવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech