ઉપલેટામાં સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરતાં શખસોને દબોચી લીધા: બે લાખનો મુદ્દામાલ કબજે

  • August 23, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી રાશનનો માલ ખરીદવા જોવા મળે છે. આ માલમાં જયાં એક જગ્યાએ ભેગો કરી તેને રાજકોટ યાર્ડમાં ઉંચા ભાવે વેચી મારવામાં આવે છે.
ગત રાત્રે ૧૨ વાગ્યે મામલતદાર મહેશ વનવાણી અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે સેવંત્રા ગામે પહોંચતા ગેરકાયદેસર રીતે છોટા હાથીમાં ભરેલ સસ્તા અનાજ જથ્થો સાથે પસાર થઇ રહ્યા હતાં ત્યારે મામલતદારની ટીમને જોઇ નાસી છુટયા હતાં. રાત્રે ૧ વાગ્યે મામલતદારની જીપ અને છોટા હાથી વાહનમાં ટેકનીકલ ખામી આવી જતાં બન્ને વાહનોને સુપેડી ગામ પાસે ચામુંડા પરોઠા પાસેથી ઝડપી પાડયા હતાં. પકડાયેલા છોટા હાથી જીજે–૨૭–૧–૨૭૭૧ બીજા છોટા હાથી નંબર જીજે–૦૧ડીવાય–૯૯૧૧ બન્ને તપાસ કરતા તેમાથી ઘઉંના કટા ૪, ચોખાના કટા ૭, બે વજનકાંટા કુલ મળી કુલ ૧,૯૧,૩૫૦ના મુદ્દામાલ કબજે કરી પુરવઠા વિભાગના ગોડાઉનમાં સોંપવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે ભાયાવદર વિસ્તારમાં આવેલ મેઇન રોડની દુકાન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થયા આ રાશનનો જથ્થો બારોબાર પહોંચાડી વહેંચી મારે છે અને ગરીબ લોકોને રાશનનો જથ્થો રાજકોટ, જૂનાગઢ, ઉના, અમરેલી જેવા વિસ્તારોમાં પહોંચી ઉંચા ભાવે વેચાઇ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application