નાગેશ્ર્વર જ્યોતિર્લિંગની દંતકથા: 12 જયોતિર્લિંગમાંનું એક નાગેશ્ર્વર
શ્રાવણમાં ભગવાન શિવ અને 12 જ્યોતિર્લિંગનાં દર્શન અને પૂજા કરવાની માન્યતા છે. 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક જ્યોર્તિલિંગ દ્વારકાથી 17 કિમી દૂર આવેલું નાગેશ્વર જ્યોર્તિલિંગ છે. આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શને ઉમટ્યાં હતા. નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી, દૂર દૂરથી ભક્તો દર્શને ઉમટ્યાં હતા. નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે. નાગના ઈશ્વર એટલે નાગેશ્વર. નાગ દેવતા હંમેશાં ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગનાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે. શિવ પુરાણ પ્રમાણે, શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે.
એક સમયે દારુકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારુક સાથે જંગલમાં રહેતી હતી. માતા પાર્વતીએ દારુકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેમને અને તેમના પતિએ સમગ્ર જંગલમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજુબાજુના બધા જ ચિંતિત હતા. તેથી તેઓ બધા મહર્ષિ અર્વ પાસે ગયા અને દારુકા અને તેના પતિ વિશે કહ્યું અને તેમનો ઉપાય પૂછ્યો હતો. એ સમયે મહર્ષિએ લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે. દેવતાઓને પણ આ વાતની જાણ થઈ, પછી તેમણે રાક્ષસો પર હુમલો કર્યો. એ બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે અને જો તેઓ યુદ્ધ નહીં કરે તો તેઓ યુદ્ધમાં પરાજય પામશે.
સુપ્રિયએ બાકીના બંદીવાસીઓને પણ ભગવાન શિવની પૂજા કરવાનું શીખવ્યું. પછી તે બધા બંધકો દરરોજ શિવની પૂજા કરવા લાગ્યા. બધાએ ભગવાન શિવને ’ઓમ નમ: શિવાય’નો જાપ શરૂ કર્યો . જ્યારે રાક્ષસ દારુકને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સુપ્રિયને કહ્યું કે જો તું શિવની પૂજા ચાલુ રાખશે તો હું તને મારી નાખીશ. એ જ ક્ષણે સુપ્રિયએ ભગવાન શિવનું સ્મરણ કર્યું, ભોલેનાથ તેમના ભક્તને દુ:ખમાં જોઈને તરત જ ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવે એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કર્યો. દારુક આ જોઈને સ્તબ્ધ થઈ ગયો અને તેની પત્ની દારુકા પાસે દોડી ગયો.
એ સમયે ભગવાન શિવે આ વરદાન આપ્યું કે આજથી ચારેય વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે. અહીં રાક્ષસોને સ્થાન નથી. ભગવાનની આ વાત સાંભળીને દારુકા ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગી. દારુકાએ માતા પાર્વતીને મારા વંશનું રક્ષણ કરવા કહ્યું. ત્યારે પાર્વતીજીએ તેમને આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસોને બાળકો હોય તો શું તેઓ આ જંગલમાં રહી શકે? હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે. આ રાક્ષસોને પણ આશ્રય આપો, કારણ કે મેં આ દારુકા રાક્ષસીને વરદાન આપ્યું હતું.
નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. એ દ્વાદશ (12) જ્યોતિર્લિંગ પૈકી એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને એ વિષથી મુક્તિ અથર્ત્િ શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને દારુકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતાં આવતાં અન્ય દેવસ્થાનો જગતેશ્વર (અલ્મોડા, ઉત્તરાખંડ) અને ઔંધ (મહારાષ્ટ્ર)માં છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણિક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સવારે પાંચ વાગ્યે આરતી હોય છે. ભક્તોનાં દર્શન માટે મંદિર 6 વાગ્યાથી બપોરે 12-30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સાંજે ચાર વાગ્યે જ્યોતિર્લિંગનો શ્રૃંગાર થાય છે, એ પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. સાંજે 5 વાગ્યાથી રાતે 9-30 વાગ્યા સુધી મંદિર શ્રૃંગાર દર્શન માટે ખૂલે છે. આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે. શિવરાત્રિ, શ્રાવણ સોમવાર તથા અન્ય વિશેષ તહેવારોના સમયે આ મંદિર વધારે સમય સુધી ખુલ્લું રહે છે. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે
મુખ્ય દ્વારથી અંદર જવાથી પૂજન સામગ્રીની નાની-નાની દુકાનો જોવા મળશે, જ્યાંથી તમે પ્રસાદ વગેરે લઈ શકો છો. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે. તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની અનુપમ છબિને પોતાના મન મંદિરમાં વસાવી લો. ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે પુરુષ ભક્તે ધોતી પહેરીને આવવું જરૂરી છે.
મંદિરની બહારનાં પટાંગણમાં સ્વર્ગવાસી ગુલશનકુમાર ટ્રસ્ટે નવનિમર્ણિ દરમિયાન એક વિશાળ કદની ભગવાન શિવની મૂર્તિનું પણ નિમર્ણિ કર્યું છે. તમને બે કિલોમીટર દૂરથી જ ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક મોટી મનમોહક અતિવિશાળ પ્રતિમા જોવા મળશે. એ 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં બનેલી છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં સ્થિત છે. મંદિર પરિસરમાં ભગવાન શિવની પદ્માસન મુદ્રામાં એક વિશાળકાય મૂર્તિ છે, જે અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ મૂર્તિની આસપાસ પક્ષીઓનું ઝુંડ રહે છે. ભક્ત અહીં પક્ષીઓ માટે અનાજના દાણા પણ નાખે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શિવમંદિરમાં સ્થાપિત શિવલિંગોની એકસાથે પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. મંદિરમાં આ અદભુત શિવલિંગોનાં દર્શન અને પૂજન માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણમાં વિશેષ રૂપથી સોમવારે વિશાળ માત્રામાં ભક્તોની ભીડ જોવા મળે છે. 2 કિ.મી. દૂરથી દેખાતી આ અદભુત મૂર્તિનાં દર્શન કરવા એ પણ દર્શનાર્થીઓ માટે એક લાહવો ગણાય છે. દ્વારકાની યાત્રાએ આવતા પ્રત્યેક નાગરિક નાગેશ્વર મંદિરની અચૂક મુલાકાત લેતા હોય છે.
ગર્ભગૃહ સભામંડપથી નીચે છે. જ્યોતિર્લિંગ સામાન્ય કરતાં મોટા આકારનું છે, જેના ઉપર ચાંદીનું આવરણ ચઢેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. ગર્ભગૃહમાં પુરુષ ભક્ત, જ્યારે અભિષેક કરવાના હોય છે ત્યારે ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. શિવપુરાણ પ્રમાણે નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં બાદ તેમની ઉત્પત્તિ અને માહાત્મ્ય સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારનાં પાપ નષ્ટ થઇ જાય છે. દ્વારકાની યાત્રાએ આવતા યાત્રિકો માટે દેશનું એક દર્શનીય સ્થળ છે. વર્ષો સુધી નાના કદના રહેલા આ મંદિરને દેશના એક સમયના ઓડિયો કેસેટ કિંગ અને પ્રખર શિવભકત સ્વર્ગવાસી શ્રી ગુલશનકુમારે એક જાહેર ટ્રસ્ટ બનાવીને નાગેશ્વર મંદિરને કલા અને સ્થાપત્ય નમૂનારૂપ બનાવ્યું છે.
મંદિર સંકુલની નજીકનું ગોપીતળાવ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, કારણ કે અહીં કરાયેલા ઉત્ખનન દરમિયાન પાંચ હજાર વર્ષ અગાઉનાં નગરો અહીં મળી આવ્યાં હતાં. દ્વારકાના પુરાતત્ત્વ મ્યુઝિયમમાં એના નમૂનાઓ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech