રામાયણ સીરિયલમાં સીતા મા બનેલી દીપિકા ચિખલિયાએ કેમેરા સામે આ શું કર્યું

  • January 11, 2023 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દીપિકા ચિખલિયાનો ગ્લેમર અંદાજ જોઇને લોકો ચોંકી ઉઠ્યા 

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફરી થઇ રહી છે ટ્રોલ, યુઝર્સે કરી અનેક કોમેન્ટ્સ

ટીવીના મોસ્ટ પોપ્યુલર શોમાં સામેલ રામાયણની એક્ટ્રેસ દીપિકા ચિખલિયાને કેટલાંક લોકો આજે પણ રામાયણની સીતા માને છે. પરંતુ તેણે પોતાના નવા અવતારથી નેટીઝન્સને ચોંકાવી દીધા છે.


રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ કેમેરા સામે કપડા બદલતા પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. દીપિકાના નવા અવતારનો વીડિયો જોઇને લોકો હક્કા-બક્કા રહી ગયા છે. દીપિકા કેમેરા સામે કપડા બદલવાના કારણે ટ્રોલિંગનો પણ શિકાર થઇ ગઇ છે.

અગાઉ પણ દીપિકાએ બે એક્ટ્રેસ સાથે શર્ટ અને ટાઇ પહેરી પોઝ આપતા યુઝર્સે તેની ટીકા કરી હતી અને લખ્યું હતું કે સીતા માતાને આ બધુ શોભતુ નથી. જે અંગે દીપિકાએ દિલગીરી વ્યક્ત કરી હતી.

રામાયણ શોમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા લેટેસ્ટ વીડિયોની શરૂઆતમાં વ્હાઇટ કલરની ટી-શર્ટ અને બ્લૂ ટ્રેકમાં જોવા મળી રહી છે. સાથે જ એક્ટ્રેસનો લુક એકદમ સિમ્પલ છે. તેવામાં આંખના પલકારે જ એક્ટ્રેસનો લુક બદલાઇ જાય છે અને દીપિકા તે બાદ પ્રિંટેડ શર્ટ અને પાયજામા વાળા ડ્રેસમાં જોવા મળે છે. દીપિકાનો ગ્લેમર અંદાજ જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે.
રામાયણની 'સીતા' સોશિયલ મીડિયા પર થાય છે ટ્રોલ

રામાયણમાં 'સીતા'નું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દીપિકા ચિખલિયાને તેના લેટેસ્ટ વીડિયો માટે ઇન્ટરનેટ પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી, તમે રામાયણમાંથી સારી શીખામણ આપતી ક્લિપ પણ પોસ્ટ કરો, તેવામાં અન્ય એક યુઝરે લખ્યું, રામજીના બર્થ ડેમાં જઇ રહ્યાં છો કે શું?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application