હાલારમાં ‘માઁ વાત્સલ્ય’ કાર્ડની કામગીરી બંધ રહેતા જરુરીયાતમંદ લોકો ભારે મુશ્કેલીમાં

  • June 24, 2021 10:50 AM 

ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા આરોગ્‌ય મંત્રીને પત્ર પાઠવી દશર્વિી વાસ્તવિકતા: ગ્રામ્ય-શહેરી વિસ્તારોની હોસ્પિટલમાં ચાલુ કરાવવાની રજૂઆત

અંદાજે એકાદ મહીના પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી કે, હવેથી મા અને માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી અને સીએચસી દ્વારા અને શહેરી વિસ્તારમાં સરકારી હોસ્પિટલો દ્વારા કાઢી આપવામાં આવશે અને હાલમાં જે અન્ય આરોગ્ય વિભાગ સિવાયના વિભાગોમાંથી એટલે કે મ્યુનિસિપાલીટી કે તાલુકા પંચાયત દ્વારા કાઢવામાં આવે છે, તે પ્રથા બંધ કરવામાં આવેલ છે.

પરંતુ સરકાર દ્વારા જયારથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માં અને માં વાત્સલ્ય કાર્ડ કાઢવાની કામગીરી ચાલું કરેલ છે, ત્યારે આ કામગીરી આરોગ્‌ય વિભાગના સરકારનાં દવાખાના કે હોસ્પિટલોમાં સોફટવેર નહીં ચાલતો હોવાનું કારણ દશર્વિી માં અને માં વાત્સલ્ય કાર્ડની નવા કાર્ડ કાઢવાની કામગીરી બંધ પડેલ છે. જેમની પાસે આવા કાર્ડ છે અને મુદત પૂર્ણ થયેલ છે તેમનાં કાર્ડ રીન્યુ કરવાની કામગીરી પણ થતી નથી.

આમ હાલમાં માં કાર્ડની તમામ કામગીરી સોફટવેર નહીં ચાલતો હોવાના બહાના હેઠળ બંધ છે, ગરીબ અને જરુરતમંદ લોકો આ માં કાર્ડ નહીં નિકળવાનાં કારણે કે રિન્યુ નહીં થવાના કારણે આ મોંઘવારીમાં તેમજ કોરોના જેવી મહામારી ઉપરાંત ફંગસ (મ્યુકર માઇકોસીસ) જેવા રોગચાળા ખુબ જ લોકોમાં પ્રસરેલ હોવાના સમયમાં તેમનાં સગા-સબંધીઓની સારવારનો ભારે ખર્ચ ઉપાડવામાં અતિ મુશ્કેલી વેઠ રહેલ છે.

ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા માંગણી સહ રજૂઆત છે કે સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક અસરથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્‌ય કેન્દ્ર અને સીએચસી દ્વારા તથા શહેરી વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો દ્વારા તાત્કાલીક અસરથી માં અને માં વાત્સલ્ય કાર્ડ નવા કાઢી આપવા તથા જેમની પાસે હોય અને મુદત પુરી થતી હોય તેમને રીન્યુ કરવાની કામગીરી ચાલું કરાવી દેવા માટે તાકીદની અસરથી કાર્યવાહી હાથ ધરવાની રજૂઆત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS