હાલારમાં ભેજ વધતા ગરમીથી લોકો ત્રાહીમામ : તાપમાન 35.5 ડીગ્રી

  • May 26, 2021 02:00 PM 

બપોરના 11 થી 5 દરમ્યાન અસહ્ય ગરમીના માહોલથી લોકો પરસેવાથી રેબઝેબ : પ્રિ-મોન્સુનના બહાને આજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં વિજકાપ  : ગઇકાલે સાંજે 40 કીમીની ઝડપે પવન ફુંકાતા ગરમીથી થોડી રાહત

જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળીયુ વાતાવરણ જોવા મળે છે, હવામાં ભેજ વધતા લોકો ગરમીથી પરેશાન થઇ જાય છે, વાવાઝોડાની અસર બાદ તાપમાનમાં ચડાવ ઉતાર આવ્યો છે, પ્રિ-મોન્સુનના બહાને અસહ્ય ગરમી વચ્ચે આજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં વિજકાપ મુકી દેવાતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે, ખાસ કરીને બપોરના 11 થી 5 દરમ્યાન હાલારમાં અસહ્ય ગરમીનો માહોલ જોવા મળે છે અને બપોરના લોકો ઘરની બહાર ઓછા નીકળે છે ત્યારે જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે. ગઇકાલે સાંજે 40 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો પરંતુ હવામા ભેજ વધતા બફારો જોવા મળ્યો હતો.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 35.5 ડીગ્રી, ઓછામાં ઓછુ 28 ડીગ્રી, હવામા ભેજ 77 ટકા અને પવનની ગતી 35 થી 40 કીમી રહી હતી. હાલારમાં ગરમીમા વધારો, ધટાડો થઇ રહયો છે, પાંચેક દિવસથી ગરીમથી લોકો તોબા પોકરી ગયા છે, અકળાઇ રહયા છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ વધી રહયું છે. ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા. ખેડુતો નો કેરીનો પાક બગડી ગયો હતો, જો કે સમગ્ર રાજયમાં કેરીના પાકને ભારે નુકશાન થયું છે.

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગરમીના માહોલથી ખરીદી ઉપર પણ અસર પડી છે, વાવાઝોડાની અસર બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીનો માહોલ વધી રહયો છે, ખાસ કરીને હવામાં ભેજ ખુબ જ વઘ્યો છે જેને કારણે લોકો બફારો અનુભવી રહયા છે.

ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS