ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે નાસ્તાની લારી પર શખ્સોએ મચાવ્યો આતંક

  • April 01, 2024 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોકમાં મારામારીની ઘટના બની હતી. ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે જ રૂપમ ચોકમાં વહેલી સવારે ચા-નાસ્તાની કેબીને પૈસા આપવા જેવી બાબતે બે જુથ વચ્ચે શાબ્દીક બોલાચાલી બાદ સશસ્ત્ર અથડામણ સર્જવા પામી હતી જેને લઈ ભારે ચકચાર મચી ગઈ હતી. છરી અને ધોકા જેવા હથીયારો સાથે બોલતા બન્ને પક્ષના પાંચ જેટલાં વ્યક્તિને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે બનાવને પગલે સામ સામે ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપ બાજુમાં સ્મશાન બાજુમાં રહેતા ભરતભાઈ ઉર્ફે ભોડી બટુકભાઈ સરવૈયાએ ગંગાજળીયા પોલીસ મથકમાં હારૂન ઉર્ફે તગારી, મોઈન હારૂનભાઈ ઉર્ફે તગારી, નદીમ હારૂનભાઈ ઉર્ફે તગારી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, આજે વહેલી સવારે ૫.૩૦ કલાકના સુમારે તેઓ કાંતીભાઈ મથુરભાઈ બારૈયા, વિશાલભાઈ ઉર્ફે ભોપી રૂપમ ચોકમાં ચા નાસ્તો કરવા ગયા હતા. ત્યારે તગારીની લારીએ ચા માંગતા તેણે પહેલા પૈસા આપો પછી ચા મળશે તેમ કહેતા તેઓએ અમે ભાગી થોડા જવાના છીએ તેમ કહેતા બોલાચાલી થઈ હતી. બાદ ત્યાથી નિકળી જઈ થોડી વાર પછી થાર અને ઓડી ગાડી લઈ તેઓ, વિશાલભાઈ ઉર્ફે ભોપી, વિશાલ ઉર્ફે ડાઢો, કાંતીભાઈ, હરપાલભાઈ સંજયભાઈ ડાભી હારૂન તગારીની લારીએ જઈ તમે કેમ અમારી પાસે પૈસા પેલા માંગ્યા તેમ કહેતા ઉક્ત તમામે ઉશ્કેરાઈ તેને તેમજ હરપાલભાઈ ડાભીને છરીના ઘા મારી ઈજા પહોંચાડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

જ્યારે સામા પક્ષે નવાપરા વિસ્તારના અરમાન એપાર્ટમેન્ટની સામે રહેતા મોઈનભાઈ હારૂનભાઈ ઉર્ફે તગારી ડેરૈયાએ ગંગાજળીયા પોલીસ મથકમાં ભરત ઉર્ફે ભોડી, વિશાલ ઉર્ફે ભોપી, વિશાલ ઉર્ફે ડાઢો, કાંતિ મથુરભાઈ


બારૈયા, હરપાલ ડાભી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, આજે વહેલી સવારના ૫.૩૦ કલાકના કાંતિ બારૈયા, ભરત ઉર્ફે ભોપો અને વિશાલ ઉર્ફે ભોપીએ તેની રૂપમ ચોકમાં આવેલ ચા નાસ્તાની લારીએ આવી ચા પીધા બાદ તેઓએ પૈસા માંગતા તેઓ સાથે બોલાચાલી કરી પૈસા આપવાના થતા નથી તેમ કહી જતા રહ્યા બાદ વારાફરતી ઉક્ત તમામ ઓડી અને થાર ગાડી લઈ આવી ઉશ્કેરાઈ જઈ તેને છરીના ઘા મારી તેમજ તેના ભાઈ અને પિતાજીને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડતા ત્રણેયના સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઉક્ત બન્ને બનાવ સંદ્રભે પોલીસે સામ સામે ગુના દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application