પોપટપરામાં રાત્રીના ચોરીના ઇરાદે આવેલ શખસને લોકોએ પાઇપ વડે લમધારી નાંખ્યો

  • May 28, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના પોપટપરા વિસ્તારમાં રાત્રીના ચોરીના ઇરાદે આવેલો શખસ અહીં મકાનમાં ખાખાખોળા કરતો હતો. દરમિયાન લતાવસીઓની ઉંઘ ઉડી જતા આ શખસને પકડી તેને ધોકા-પાઇપ મારમાર્યો હતો. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે તાકીદે બનાવસ્થળે પહોંચી આ શખસને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોપટપરામાં વિસ્તારમાં રાત્રીના એક શખસ ચોરીના ઇરાદે આવ્યો હોય તેને દરમિયાન અહીં લતાવાસીઓ જાગી જતા આ શખસને ઝડપી લીધો હતો.બાદમાં તેને ધોકા-પાઇપ વડે મારમાર્યો હતો.બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે તાકીદે અહીં પહોંચી ઇજાગ્રસ્ત આ શખસને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.


પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ,આ શખસનું નામ નવઘણ ભલુભાઇ વીકાણી (ઉ.વ ૨૨)(રહે. નવાપરા જીઆઇડીસી પાસે,વાંકાનેર) હોવાનું જાણવા મળ્યું છે. તે રાત્રીના ચોરીના ઇરાદે અહીં પોપટપરા વિસ્તારમાં આવ્યો હતો. તે મકાનમાં ખાખાખોળા કરતો હતો દરમિયાન કોઇ રહેવાસીની ઉંઘ ઉડી જતા દેકારો કરતા અન્ય રહેવાસીઓ પણ જાગી ઘરની બહાર દોડી આવ્યા હતાં.આ શખસ નાસી છૂટે તે પહેલા જ ઝડપી લઇ ધોકા-પાઇપ વડે લમધારી નાંખ્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application