શહેરની ટ્રાફિક સમસ્યાથી લોકો તોબા-તોબા: અવારનવાર ચકકાજામ

  • December 16, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલ રોડ, રણજીતરોડ, સાતરસ્તા, ખોડીયારકોલોની, સમર્પણ સર્કલ, વિકટોરીયા પુલ, દિ.પ્લોટ ચોકી રોડ પર ભારે ટ્રાફિકને કારણે રસ્તાઓ પર વાહનોની કતારો: હવે તાત્કાલીક જિલ્લા કલેકટર, મ્યુ.કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા વચ્ચે બેઠકની જર: ટ્રાફિકથી લોકો ભારે પરેશાન


જામનગર શહેરમાં એક તરફ ઓવરબ્રિજ બની રહ્યો છે, બીજી તરફ રસ્તા બંધને કારણે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને મુખ્ય રસ્તાઓ પર વાહનોની ભારે કતાર લાગે છે જેનાથી લોકો તોબા-તોબા પોકારી ગયા છે, એક તરફ મેગા કંપનીઓની બસો પણ શહેરમાં દોડે છે, શહેરના રસ્તાઓ વાહનો વધી જવાની સાંકળા બની ગયા છે, રસ્તા પર ઠેર-ઠેર ગેરકાયદેસર દબાણો જોવા મળે છે, જેને કારણે હવે વાહનચાલકોને જામનગરમાં વાહન ચલાવવાની સમસ્યા ઉભી થઇ છે, શનિવારે લાલબંગલાથી સાતરસ્તા સુધીનો રસ્તો થોડા સમય માટે બ્લોક થઇ ગયો હતો, હવે તો જામનગરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે કાયમી ઉકેલ લાવવાની જર છે, ટ્રાફિક સમસ્યા અંગે શનિવારે કમિશ્નર, એસ.પી. અને કલેકટર વચ્ચે વાતચીત થઇ હોવાનું પણ બહાર આવ્યું છે અને આગામી દિવસોમાં આ અંગે માસ્ટર પ્લાન પણ ઘડાશે. ગેરકાયદેસર રેકડીઓને દુર કરાશે, પરંતુ લોકો ખુબ જ પરેશાન થઇ રહ્યા છે.


જામનગર શહેરમાં 11 થી 1 અને સાંજે 6 થી 8 દરમ્‌યાન ખાસ કરીને જી.જી.હોસ્5િટલ રોડ, રણજીતરોડ, ચાંદીબજાર, સેતાવાડ, પંચેશ્ર્વર ટાવર રોડ, સમર્પણ સર્કલ રોડ, ખોડીયાર કોલોની, સાતરસ્તા સર્કલ, એસ.ટી. રોડ વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળે છે, ત્યારે આ કાયમી સમસ્યાનો ઉકેલ રહેતો નથી, સ્કુલ છુટે ત્યારે ભારે ટ્રાફિકને કારણે વાહન ચાલકો ફસાય જાય છે, સવારે 7:15 થી 8:30 સુધી મેગા કંપનીઓની બસો પણ માતેલા સાંઢની જેમ દોડે છે, જાહેરનામુ છે છતાં પણ કેટલીક ખાનગી કંપનીની બસો અને ભારે વાહનો રોડ ઉપર દોડતા હોય છે અને ટ્રાફિક પોલીસ તેને જવા પણ દે છે.


એક તરફ જામનગર શહેરમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને કારણે જાહેરનામુ બહાર પડાય છે અને એક પછી એક રસ્તાઓ કામ ચાલવાને કારણે બંધ થાય છે ત્યારે પણ ટ્રાફિક સમસ્યા ઉદભવે છે, ગઇકાલે 11:30 થી 12:30 દરમ્યાન નાગનાથ ગેઇટ પાસે ભરાતી ગુજરી બજારને કારણે 108 પણ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી અને ત્યારબાદ પોલીસનો કાફલો આવતાં માંડ-માંડ રસ્તો કલીયર થયો હતો, એવી જ રીતે શનીવારે સાતરસ્તાથી લાલબંગલા સુધીનો રસ્તો ટ્રાફિક જામને કારણે બંધ થઇ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.


જામનગર શહેરમાં ફુટપાથ ઉપર વેપારીઓ દ્વારા પોતાનો માલ સામાન રાખીને દબાણ કરી લેવામાં આવે છે, જેના કારણે લોકો ફુટપાથ પર ચાલી શકતા નથી, જામનગર મહાપાલિકાની એસ્ટેટ શાખા આ અંગે અકડ મૌન ધરાવે છે, થોડો સમય કામગીરી કરે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ફુટપાથ પરના દબાણો શા માટે કાયમી રીતે દુર કરવામાં આવતા નથી ? તે લોકોને સમજાતું નથી.


શહેરના રસ્તાઓ હવે સાંકળા બની ગયા છે, વાહનો વધી ગયા છે, 1995માં જેટલા વાહનો હતાં તેના કરતા 10 ગણા વાહનો અને બે લાખ કરતા વધુ વસ્તીમાં વધારો થયો છે, રસ્તાઓ પહોળા થઇ શકે તેમ નથી ત્યારે ટ્રાફિક નિયમન કરનારા સિગ્નલો પણ બંધ હાલતમાં છે, ડીકેવી કોલેજ, અંબર ચોકડી, સાતરસ્તા અને ગુદ્વારા પર ટ્રાફિક પોલીસના જવાનો ફરજ ઉપર તૈનાત છે છતાં પણ તેઓ ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં કોઇ ઉંડો રસ દાખવતા નથી તે પણ હકીકત છે.


શનિવારે સાતરસ્તાથી લાલબંગલા સુધી ટ્રાફિક જામ થયા બાદ જિલ્લા કલેકટર, મ્યુ.કમિશ્નર અને એસ.પી. વચ્ચે ટ્રાફિક સમસ્યા ઉકેલવા વાતચીત પણ થઇ હતી અને બે-ત્રણ દિવસમાં જ આ અંગે મહત્વની મીટીંગ યોજાશે તેવું જાણવા મળ્યું છે ત્યારે આ મીટીંગમાં કોઇ નકકર ઉકેલ આવે તો લોકોને કંઇક રાહત થાય. એવી વિગતો પણ બહાર આવી રહી છે કે, એક-બે દિવસમાં જ જાહેર મુખ્ય રસ્તાઓ પર અડચણ પ થતાં રેંકડી, પથારા અને હટાવાશે અને રસ્તો ખુલ્લો કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

જામનગરની ટ્રાફિક સમસ્યા હવે બેફામ બની ગઇ છે, અવારનવાર અકસ્માતો થવાના કારણે બે દિવસમાં ત્રણ માનવ જીંદગીના મોત થયા છે તે પણ હકીકત છે ત્યારે તાત્કાલીક અસરથી શહેરના ઉચ્ચ અધિકારીઓ ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન અગ્રતા ક્રમે લઇને તેનો યોગ્‌ય ઉકેલ આવે તે માટે કડક અમલવારી કરે તેની લોકો રાહ જોઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application