ધોરાજી શહેરના વોર્ડ નંબર ૫ વિસ્તારમાં આવેલ ખીજડા શેરી પાસે રોડ–રસ્તાની ખરાબ હાલત, ગંદકી અને પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી રોડ પર ખાડાઓ પડેલા છે તેમજ નિયમિત સફાઈ ન થતાં ગંદકી સર્જાઈ રહી છે સાથે જ પીવાના પાણીની અછત અને અનિયમિત પુરવઠાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે વિસ્તારના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક સમસ્યાનો નિવેડો લાવવા માંગ ઉઠી હતી. રહિશોએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે રોડ–રસ્તા, સફાઈ અને પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી હતી.