જેતપુરને અડીને જ આવેલ પેઢલા ગામના ધાર વિસ્તારના રહેવાસીઓ છતે પાણીએ પાણી વગર છેલ્લ ા ૨૦ વર્ષથી ટળવળી રહ્યો છે. આ વિસ્તારમાં પાણીની લાઈન નંખાઈ ગઈ, સ્થાનિકોએ બે વર્ષથી નળ કનેકશન ચાર્જ પણ ભરી દીધો, પરંતુ રાગદ્રેષને કારણે નળ કનેકશન ન અપાતા લોકોમાં તિવ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે.
જેતપુર શહેરના સીમાડા સાથે જોડાયેલ ગામ એટલે પેઢલા ગામ, આ પેઢલા ગામના ધાર વિસ્તારના રહેવાસીઓ છેલ્લ ા વિસ વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. અહીંના વિસ્તારવાસીઓએ બે વર્ષ પહેલાં નળ કનેકશનના પૈસા ભરી દીધા છે. ત્યારબાદ તે વિસ્તારમાં પાણીની લાઈન પણ નંખાઈ ગઈ પરંતુ ગ્રામ પંચાયત દ્રારા સ્થાનિકોને નળ કનેકશન નથી આપવામાં આવતા. આ અંગે સ્થાનિકોએ ગ્રામ પંચાયતથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજુઆત કરેલ પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું, દરેક કચેરીથી માત્ર મળ્યા ઠાલા વચનો, ન મળ્યું પાણી.
આ વિસ્તારમાં મોટા ભાગના શ્રમજીવીઓ વસવાટ કરે છે જે રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે. ત્યારે તેઓને વેચાતું પાણી લેવું કઈ રીતે પરવડે છતાં પણ તેઓને એકાંતરે ૪૦૦ રૂપિયાની પાણી ટાંકી મારફત વેચાતું લેવું પડે છે. અને જેને પાણી લેવું સાવ પરવડતું નથી તેઓ તેઓના વિસ્તારથી એક કિમી દૂર આવેલ પશુના અવેડામાંથી પીવાનું તેમજ વાપરવાનું પાણી ભરી લાવે છે. આ પાણીની કોઈ શુદ્ધતા હોતી નથી જેને કારણે બીમારીનો પણ ભોગ બનવુ પડે છે. આ અંગે તલાટી મંત્રીથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી
નળ જોડાણો આપવા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારાશે–ટીડીઓ વણપરિયા
પેઢલા ગામના ધાર વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરિયાને પૂછતાં તેઓએ જણાવેલ કે, તે વિસ્તાર માટેની ગ્રાન્ટ પણ આવી ગઈ છે અને અધૂરી પાણીની લાઈન પૂર્ણ કરવા એક મહિના પૂર્વે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. છતાં પણ તે વિસ્તારવાસીઓ સાથે રાગદ્રેષ રખાતો હશે તો તાત્કાલિક પાણીની લાઈન નાખવાંની અને નળ કનેકશન આપવા અંગે નોટીસ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech