જામનગરમાં બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ થતા લોકો પરેશાન

  • June 09, 2021 11:22 AM 

સવારે 8-30 વાગ્યા બાદ મોબાઇલ અને લેન્ડલાઇન કનેકશનમાં અવાર નવાર વાત કટ્ટ થતી હોવાની ફરીયાદ: કેટલાક ગ્રાહકોના ફોન બંધ

જામનગર શહેરમાં ભારતીય દુર સંચાર નિયમ લી. (બીએસએનએલ)ની મોબાઇલ અને લેન્ડલાઇન સેવા ઓચિંતી ઠપ્પ થઇ જતા અસંખ્ય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, સવારના 8-30 વાગ્યાથી મોબાઇલ અને લેન્ડલાઇન કનેકશનમાં વારંવાર વિક્ષેપ આવતો હતો એટલુંજ નહીં અનેક વિસ્તારોમાં મોબાઇલ સેવા સાવ ઠપ્પ થઇ ગઇ હોવાનું પણ જાણવા મળ્યું છે જેના લીધે વેપાર-ધંધા ઉપર ભારે અસર થઇ છે.

બીએસએનએલની સેવાઓ પ્રમાણમાં અન્ય મોબાઇલ કંપનીની સેવા કરતા સસ્તી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર આ સેવામાં ધાંધીયા થતા હોવાની પણ અનેક ફરીયાદો ઉઠી છે, આજ સવારથી બે કલાક સુધી તો બીએસએનએલના મોબાઇલ અને લેન્ડલાઇન સેવા ખોરવાઇ ગઇ છે, હજુ આ સેવા કયારે પૂર્વવત થશે તે અંગેની કોઇ જાણકારી નથી.આજે શેર બજારમાં કામ કરતા લોકોના પણ બીએસએનએલ નેટવર્કના કારણે કામકાજ ઠપ્પ થઇ ગયા હતા, અનેક વેપારીઓના ધંધા-રોજગાર ઉપર અસર થઇ છે, થોડા દિવસ પહેલા વોડાફોનની સેવા પણ ઠપ્પ થઇ ગઇ હતી આમ અવાર નવાર મોબાઇલ નેટવર્ક અને લેન્ડલાઇન નેટવર્ક ઠપ્પ થઇ જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS