BREAKING NEWS

પરદેશમાં નોકરી, સ્ટુડન્ટવિઝાના નામે ૭૮ લોકો સાથે ૩.૨૮ કરોડની છેતરપિંડી

  • March 12, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં છેતરપિંડીના બનાવો નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય ત્યારે વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવેલા છે જેમાં રાજકોટના અયોધ્યા ચોક ધવન વર્લ્ડ ડી બિલ્ડીંગમાં ૧૦માં માળે ૧૦૦૯ ઓફિસમાં કે એમ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી નામે વિદેશમાં નોકરી અને સ્ટુડન્ટ વિઝા સહીતની ઓફીસ ચલાવતી દિલ્હીની કંપનીએ ૭૮ લોકોને વિદેશમાં અલગ અલગ કન્ટ્રીમાં મોકલવા માટે વિશ્વાસમાં લઇ ૩.૨૮ કરોડ લીધા બાદ ડાયરેકટર સહીતે ફોન બંધ કરી દેતા છેતરપીંડી આચર્યાની ફરીયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાવતા ૯ શખસો સામે ગુનો નોધી દાખલ કરી કાર્યવાહી કરી શરૂ કરી છે.

સાયબર ક્રાઇમ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર રહેતા અને અયાધ્યા ચોકમાં કે.એમ.ઈમીગ્રેશન કન્સલ્ટન્સીની ઓફીસ ચલાવતા મિતલબેન વિજયભાઈ સુરજીવાલાએ દિલ્હીની ગ્યાનગતી પ્રા.લી,બેડોન એજયુકેશન કન્સલ્ટન્સીના ડાયરેકટર,અજય મોહન પાલ,વિકાશ સૈની,નેહા ગુપ્તા,શ્વેતા શાહુ,સ્વાતિ મોહપાલ, મનપ્રિત સંધુ અને મોનીકા સૈની સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં જણાવ્યા મુજબ રાજકોટ માંથી વિદેશ જવા માંગતા રહેવા,અભ્યાસ માટે વ્યવસાય કરતા દિલ્હીના ગ્યાનગતી સહીતની કંપની સાથે કામ કરતા હોય તેને કુલ ૭૮ લોકો પાસેથી નાણા લઈને કંપનીઓને રૂ.૩.૨૮ કરોડ આપ્યા હતા.

જેથી હાલ ઈઝરાઇલ વર્ક પરમીટ માટે કામ આપ્યુ હોય અને કામ રદ થયા બાદ અન્ય દેશમાં મોકલવા માટે કામ કરી આપશે તેવી ખાત્રી આપી ડોકયુમેન્ટ લઈ ત્રણ માસમાં લોકોને વિદેશ લઈ જવાની ખાત્રી આપી ખોટા બહાના બનાવી વાયદાઓ આપતા હોય તપાસ કરતા તેને આપેલા ડોક્યુમેન્ટ નકલી થઈ હતી.

જેથી દિલ્હીના શખસોને વાત કરતા તેને રીફંડ પરત ઉપાડવાનુ બંધ કરી દિધા હતા. અને ત્યા જતા તે જવાબ પણ આપતા ન હોય ફરીયાદ કરી હતી. બનાવને પગલે પીઆઈ કૈલા સહિતના સ્ટાફે ગુનો નોધી આ અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ બીબી જાડેજા અને ટીમ ચલાવી રહી છે તેમજ દિલ્હીના આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પીઆઇ બી બી જાડેજાની ટીમના આરોપીને પકડવા દિલ્હીમાં દરોડા

રાજકોટ 78 વ્યક્તિઓને વિદેશમાં સ્ટુડન્ટ વિઝા અને નોકરી ની લાલચ આપી દિલ્હી ની કંપની એ કરેલ 3.28 કરોડની છેતરપિંડીમાં દિલ્હી ના આરોપીઓ ને ઝડપી લેવા એસીપી સાયબર સેલના એસીપી ચિંતન પટેલની સુચનાથી પી.આઈ બીબી જાડેજા ની રાહબરીમાં 9 આરોપી ને ઝડપી લેવા ટીમ દ્વારા દિલ્હી ખાતે દોડી જાય આરોપીઓને પકડી પાડવા દરોડાનો દોર શરૂ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application