જૂનાગઢમાં એક તરફ બ્યુટીફિકેશન કામગીરી અંતર્ગત ડિવાઈડર,દિવાલો અને વૃક્ષોને રગં રોગાન તથા સર્કલોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રસ્તાઓમાં આડેધડ ખોદકામથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વણઝારી ચોકથી નવા નાગરવાડા સુધીના રસ્તાને ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે તોડાયા છે. અગાઉ આ જ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્રારા પાણીની લાઈન નાખવા રસ્તા તોડવામાં આવ્યા હતા. હવે ભૂગર્ભ ગટરની લાઈન નાખવા ખોદકામ થતાં તંત્રના અણધડ આયોજનથી રહેવાસીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રહેવાસીઓના જણાવ્યા મુજબ અગાઉ રસ્તા તોડવામાં આવ્યા ત્યારે જ કામગીરી પૂર્ણ કરી હોત તો ફરી રસ્તા તોડવા ન પડત સુપર વિઝન વગર જ કામગીરી થઈ રહી છે. પાણીની લાઈન નાખવા રસ્તા તોડવામાં આવ્યા બાદ ગટરના ઢાંકણ પર ચેમ્બર પણ નાખવામાં આવી ન હતી જેથી ખુલ્લ ી ગટરમાં જ કચરા પડી જવાથી ગટર પણ જામ થઈ ગઈ છે.હવે તંત્રને એકાએક સુરાતન ચડું હોય તેમ ભૂગર્ભ ગટરની કામગીરી શ કરી છે. જેથી પાણીની લાઈનો પણ તૂટી છે. આ વિસ્તારમાં વર્ષેાથી જૂની ગટરની લાઈન હતી તે સારી રીતે જ ચાલતી હતી હવે નવી લાઈન નાખવા નાના પાઈપોનું જોડાણ થશે જેથી પાણીની અવરજવરમાં પણ મુશ્કેલી થશે.
સ્થાનિકો અને વેપારીમાં જણાવ્યા મુજબ ગટરની કામગીરીના કારણે જેસીબીથી ગટરનો ગંદો ગારો કાઢવામાં આવે છે તે દુકાન પાસે જ નાખવામાં આવે છે જેથી વેપારીઓને પણ બેસવું મુશ્કેલ પ બની ગયું છે. આ વિસ્તારમાં ૪૦થી વધુ એપાર્ટમેન્ટ આવેલા છે. રસ્તા તોડવાથી ચાલવા જેવી સ્થિતિ રહી નથી જેથી વયો વૃદ્ધ અને બાળકોને અવરજવર માટે પણ મુશ્કેલી થઈ રહી છે. એકાએક હોસ્પિટલ કે દવાખાના એ જવું પડે તો ઇમરજન્સી વાહન પણ આવી શકે તેમ નથી.
આ ઉપરાંત શાળાએ જવા માટે બાળકોને પણ લઈને જવું મુશ્કેલપ બની ગયું છે. ચોમાસામાં ગારા કિચડ કાદવ કિચડ વાળા રસ્તામાં શાંતિ થઈ ત્યાં તત્રં દ્રારા ગટરનું કાર્ય શ કરતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નારાજ લોકોએ શહેરનું નામ 'ખાડા નગર' કરી દેવું જોઈએ તેવી પણ માંગ કરી છે. તો બીજી તરફ પૂર્વ કોર્પેારેટર હિતેન્દ્રભાઈ ઉદાણી એ પણ ભૂગર્ભ ગટરના કાર્ય અંગે વિરોધ વ્યકત કર્યેા હતો તેઓના જણાવ્યા મુજબ અગાઉ હેડ કવાર્ટર થી લઈ વણઝારી ચોક સુધી ભૂગર્ભ ગટરનું કામ થઈ ગયું છે છતાં પણ રસ્તાઓને નવી ગટર ની કામગીરીના કારણે તોડવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ, 24 લાખથી વધુના વિકાસ કામો મંજૂર
November 28, 2024 01:07 PMજામનગરમાં ખુલ્લા પ્લોટ પર કબજો, લેન્ડ ગ્રેબિંગની નોંધાઈ ફરિયાદ
November 28, 2024 12:45 PMજામનગરના રણજીત સાગર રોડ પર મનપા ટીમે ઝાડ કટીંગની કામગીરી, રોડ ગૌરવ પથ જાહેર થયા બાદ કામગીરી શરૂ
November 28, 2024 12:33 PMશું ક્યારેય વિચાર્યું છે કે હિન્દી ડાબેથી જમણે અને ઉર્દૂ જમણેથી ડાબે કેમ લખાય છે?
November 28, 2024 12:29 PMધ્રોલના હરિપુર નજીક બે કાર વચ્ચેની ટક્કરમાં ત્રણને ઇજા
November 28, 2024 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech