આઇ.આર.એલ.એ.યોજના હેઠળ બેન્ક મારફત પેન્શન મેળવતા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોએ તા.૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં જે તે બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થઇ હયાતીની ખરાઇ કરાવી લેવાની રહેશે. આ સમયગાળા દરમિયાન હયાતીની ખરાઈ નહિ થનાર પેન્શનરોનું ઓગષ્ટ માસથી પેન્શન ચૂકવણું બંધ કરી દેવામાં આવશે.
કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ પુનઃલગ્ન નહિ કર્યા અંગેનું પ્રમાણપત્ર જિલ્લા/પેટા તિજોરી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે, જેમાં ૫૦ વર્ષથી વધુ ઉમરના સ્ત્રી પેન્શનરોને પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જે પેન્શનરોએ અગાઉ આધારકાર્ડની નકલ જમા કરાવેલ નથી, તેઓએ આધારકાર્ડની સ્વપ્રમાણીત નકલ, હયાતી ખરાઇ પ્રમાણપત્ર સાથે જોડવી. વધુમાં, સરકાર દ્વારા પેન્શનરોની સુવિધા માટે જીવન પ્રમાણ ડીજીટલ લાઇફ સર્ટીફીકેટની પદ્ધતિ પણ અમલમાં મુકવામાં આવેલ છે જેના દ્વારા ઓનલાઇન હયાતીની ખરાઇ કરવા માટે જીવન પ્રમાણ પોર્ટલ (www.jeevanpraman.gov.in) પર પેન્શનરો પોતાનો આધાર નંબર નાખીને લોગીન થઇ શકશે અને Face recognition અથવા બાયોમેટ્રિક દ્વારા હયાતીની ખરાઇ કરાવી શકે છે. વર્ષ ૨૦૨૪-૨૫ના આવકના પ્રમાણપત્ર બેંકને મોકલી આપવામાં આવેલ છે, જે બેંક પાસેથી મેળવી લેવા તથા આવકના પ્રમાણપત્ર https://cybertreasury.gujarat.gov.in વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે તેમ જિલ્લાના તમામ પેન્શનરો જોગ દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application