દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના પેન્‍શનરો ઓનલાઇન હૈયાતીની ખરાઇ કરી શકશે

  • May 08, 2021 10:19 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી કચેરીમાંથી આઈ.આર.એલ.એ. સ્કીમ હેઠળ (બેંક મારફત) પેન્શન મેળવતા ગુજરાત સરકારના તથા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોએ મે, જુન અને જુલાઈ માસમાં જે-તે બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થઈ હૈયાતીની ખરાઈ કરાવી લેવાની હોય છે. વાર્ષિક આવકના પ્રમાણપત્ર તથા હૈયાતીની ખરાઇના ફોર્મ બેંકમાં મોકલી આપેલ છે. પરંતુ હાલ કોરોનાની મહામારીના કારણે સિનિયર સિટીઝન માટે બેંકમાં જવાનું સલામતી ભર્યુ નથી. તેથી આ સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ માટે બેંકમાં જવા સુચન કરવામાં આવે છે.

જે પેન્શનરોએ અગાઉ આધારકાર્ડની નકલ જમા કરાવેલ નથી, તેઓએ આધારકાર્ડની સ્વપ્રમાણીત નકલ હૈયાતી ખરાઈ પ્રામાણપત્ર સાથે જોડવી. તેમજ કરપાત્ર આવક ધરાવતાં પેન્શનરોએ હવેથી જાતે ઇન્કમ ટેક્ષ ભરવાનો રહેશે નહિં. પરંતુ તિજોરી કચેરી દ્વારા ભરવાપાત્ર ઇન્કમ ટેક્ષની કપાત કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે. પેન્શનની વિગત તથા આવક પ્રમાણપત્ર http://cybertreasury.gujarat.gov.in પરથી જાણી શકાશે. તેના માટે લોગ- ઈન આઈ.ડી. :- આપનો બેંક એકાઉન્ટ નંબર તથા પાસવર્ડ :- પીપીઓ નંબર રહેશે.

ભારત સરકાર દ્વારા રાજ્ય, કેન્દ્ર સરકાર અને અન્ય પેન્શનરોને હયાતીની ખરાઈ માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે જે JEEVAN PRAMAN તરીકે ઓળખાય છે. જેની વેબસાઈટ WWW.JEEVANPRAMAN.GOV.IN પરથી હયાતીની ખરાઈ માન્ય રાખી સ્વીકાર કરેલ છે. આ પધ્ધતિ ગુજરાત સરકારના તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા તમામ પેન્શનરો, કુટુંબ પેન્શનરો અને વિદેશમાં વસતા પેન્શનરો લાભ લઇ શકે છે. કોરોના મહામારીના કારણે જો નિયત મુદતમાં બેંક,પેટા તિજોરી કે જિલ્લા તિજોરીમાં રૂબરૂ હયાતી ખરાઈ કરેલ ન હોય તો જીવન પ્રમાણ દ્વારા ઓનલાઇન હયાતીની ખરાઈ કરી શકાશે તેમ પણ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS