છેલ્લા 21 વર્ષમાં રાજ્યો પર પેન્શનનો ભાર 1140% વધ્યો

  • November 17, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ દેશભરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સરકારી કર્મચારી ઓલ્ડ પેન્શન યોજના ફરી લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે. આ કર્મચારી નવી પેન્સન યોજના, એનપીએસનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે, બેકિંગ સેક્ટરની રેગ્યૂલેટર ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે રાજ્યોને લઈને હેન્ડબુક ઑફ સ્ટેટિસ્ટિક્સ જાહેર કરી છે, જેમાં તમામ સેક્ટરને લઈને રાજ્યોની નાણાકીય પરિસ્થિતિને દશર્વિવામાં આવી છે. આ હેન્ડબુકમાં રાજ્યોના પેન્શન દેવાને લઈને પણ ડેટા જાહેર કરાયો છે. જાહેર કરાયેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2004-05માં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર પેન્શનનો ભાર 37,378 કરોડ રૂપિયા હતો. જે 10 વર્ષમાં અંદાજિત 4 ગણો એટલે કે 400 ટકાના ઉછાળા સાથે 2014-15માં વધીને 1,83,499 કરોડ રૂપિયા પર પહોંચ્યો. તેના પછીના 9 વર્ષ 2022-23માં પેન્શનનો ભાર 152 ટકા એટલે દોઢ ગણો વધીને 4,63,437 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે આ સમય દરમિયાન પેન્શન દેવું 4.26 લાખ કરોડ રૂપિયા એટલે 11 ગણાથી વધુ 1140 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે, રાજ્યોના રાજસ્વનો મોટો ભાગ પેન્શન પર ખર્ચ થાય છે. આ પહેલા આરબીઆઈએ પોતાના બુલેટિનમાં ઓલ્ડ પેન્શન સ્કીનને અપ્નાવવા પર ચેતવણી આપતા કહ્યું હતું કે, એનપીએસની સરખામણીમાં જૂની પેન્શન યોજના, ઓપીએસને લાગૂ કરવાથી 4.5 ગણુ નાણાકીય બોજ વધશે. કેટલાક રાજ્યો અને કેન્દ્રીય કર્મચારી ઓલ્ડ પેન્શન યોજનાને ફરી લાગૂ કરવાની માંગ કરતા રહે છે. કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકારમાં જૂની પેન્શન યોજનાને પોતાના રાજ્યોમાં ફરીથી લાગૂ કરી દેવાઈ છે. કોંગ્રેસે તો મધ્યપ્રદેશમાં સરકાર બનવા પર ઓલ્ડ પેન્શન યોજનાને લાગૂ કરવાનું વચન પણ આપ્યું છે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે પણ પોતાના રાજ્યોમાં ઓપીએસને લાગૂ કરી દીધું છે.
આવનારી લોકસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો બની શકે છે, તો કેન્દ્ર સરકારે પણ નાણા સચિવની અધ્યક્ષતામાં એનપીએસના રિવ્યૂ માટે કમિટીની રચના કરી દીધી છે. કમિટી અલગ અલગ સ્ટેકહોલ્ડર્સની સાથે ચચર્િ કરી રહી છે. નાણા મંત્રાલયે ગત દિવસોમાં જણાવ્યું છે કે, કમિટી હાલ કોઈ પણ ઉકેલ સુધી પહોંચી નથી. પરંતુ તેનાથી સાબિત થાય છે કે, કેટલાક રાજ્યોમાં ઓલ્ડ પેન્શન યોજનાને લાગૂ કયર્િ બાદ કેન્દ્ર સરકાર પ્રેશરમાં છે. દિલ્હીના રામલીલા મેદાનમાં અલગ અલગ રાજ્યોના સરકારી કર્મચારીઓએ ઓલ્ડ પેન્શન યોજના ફરી લાગૂ કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application