દ્વારકા નજીક પુરપાટ જતી બોલેરોની અડફેટે પદયાત્રી માતા-પુત્રી ઇજાગ્રસ્ત

  • May 03, 2021 08:06 PM 

દ્વારકા નજીકના ચરકલા રોડ પર એક સમાજની વાડી પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 03 ડી.એન. 9912 નંબરની બોલેરો જીપના ચાલકે આ માર્ગ પરથી પગપાળા યાત્રા સંઘમાં ચાલી નીકળેલા રાજકોટની સહકાર સોસાયટી શેરી ખાતે રહેતા છાયાબેન લાલજીભાઈ લક્ષ્મણભાઈ ડાભી નામના 37 ભરવાડ મહિલા ઉપરાંત તેમના માતા દેવુબેન નાઝાભાઇ રાતડીયા (રહે. ચિતલ) ને અડફેટે લેતા તેઓને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. અકસ્માત સર્જી, આરોપી બોલેરો ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે દ્વારકા પોલીસે છાયાબેન ડાભીની ફરિયાદ પરથી બોલેરો જીપ ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS