સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અંતર્ગત ગઇકાલે હાલારના બંને જિલ્લાની છ નગરપાલીકામાં સરેરાશ કુલ ૫૬.૭૬ ટકા શાંતિપૂર્ણ મતદાન નોંધાયું છે, સૌથી વધુ ધ્રોલ નગરપાલીકામાં અને સૌથી ઓછુ દ્રારકામાં મતદાન થયું છે, સલાયામાં પુરૂષો કરતા ીઓ મતદાન કરવામાં વધુ જાગૃત દેખાઇ છે, આવતીકાલે તમામ છ નગરપાલીકાઓનું પરીણામ આવી જશે અને કયાં કોણ બાજી મારે છે તેનો ફેંસલો થઇ જશે, અત્રે નોંધનીય છે કે, જામજોધપુર, કાલાવડ, ધ્રોલમાં છેલ્લે ભાજપનું જ શાસન હતું, દેવભુમિના ભાણવડમાં છેલ્લે કોંગી પાસે સાશન હતું, સલાયામાં કોંગીનું શાસન હતું અને દ્રારકા ભાજપના ગઢ તરીકે યથાવત હતું, હવે જોવાનું એ રહે છે કે આ વખતે બદલાયેલા સમીકરણને કારણે છ ન.પા. પર કોના વિજય વાવટા લહેરાય છે, કલાકોની અંદર આ સવાલનો જવાબ મળી જશે.
જામજોધપુર
જામજોધપુર નગરપાલીકાની વાત લઇએ તો કુલ ૨૧૦૭૭ મતદારોમાંથી ૬૫૫૨ પુરૂષ, ૫૬૯૮ ી સહિત ૧૨૨૫૦ લોકોએ મતદાન કર્યુ હતું જેમાં પુરૂષ ૬૦.૫૫ ટકા અને ી ૫૫.૫૫ ટકા થઇ કુલ સરેરાશ ૫૮.૧૨ ટકા મતદાન થયું હતું. ગઇકાલે આખો દિવસ રાજકીય પક્ષના કાર્યકરોએ મતદારોને મતદાન કરવા વિનવણી કરી હતી.
ધ્રોલ
ધ્રોલ નગરપાલીકાની છ વોર્ડની ૨૪ બેઠકો ઉપર ૧૮૯૩૮ મતદારો હતાં જેમાં ગઇકાલે ૬૮૨૧ પુરૂષ, ૬૦૬૭ ી સહિત ૧૨૮૮૮ લોકોએ મતદાન કર્યુ હતું, જેમાં પુરૂષ ૭૨.૨૯ ટકા, ી ૬૩.૮૪ ટકા અને કુલ મતદાન ૬૮.૦૫ ટકા રહ્યું હતું. ધ્રોલ નગરપાલીકાના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થયા બાદ ચૂંટણી પંચે એક વોર્ડની ૪ બેઠકોની ચૂંટણી રદ કરી હતી જે હવે પછી જાહેર થશે.
કાલાવડ નગરપાલીકા
કાલાવડ નગરપાલીકાની ૭ વોર્ડની ૨૭ બેઠકો ઉપર ૨૩૫૪૩ મતદારો હતાં જેમાં પુરૂષ ૮૦૧૪, ી ૬૮૫૬ કુલ ૧૪૮૭૦ લોકોએ મતદાન કર્યુ હતું જેમાં પુરૂષની ટકાવારી ૬૬.૭૧, ૫૯.૪૭ અને કુલ ૬૩.૧૬ ટકા મતદાન થયું હતું.
દેવભૂમિ દ્રારકા
દેવભૂમિ દ્રારકા જિલ્લાની સલાયા, ભાણવડ અને દ્રારકા નગરપાલીકાની પેટાચૂંટણી ગઇકાલે યોજાઇ હતી, સલાયામાં ૭ વોર્ડની ૨૮ બેઠકોમાં ૨૭૨૭૦ મતદારો હતાં જેમાં પુરૂષ ૫૫૮૫, ી ૫૯૫૩ સહીત કુલ ૧૩૫૩૮ લોકોએ મતદાન કર્યુ હતું, જેમાં પુરૂષની ટકાવારી ૪૧.૬૪, ી ૫૭.૩૯ અને કુલ મતદાર ૪૯.૬૪ ટકા રહ્યું હતું.
ભાણવડમાં ૮ બેઠકો બિનહરીફ થયા બાદ ગઇકાલે ૧૬ બેઠકોમાં મતદાન થયું હતું, કુલ ૧૨૩૩૨ મતદારોમાંથી ૩૩૬૫ પુરૂષ, ૩૬૬૫ ી, ૬૭૮૪ પુરૂષની ટકાવારી ૫૯.૮૫ અને ીની ટકાવારી ૫૦.૨૪ સહિત કુલ મતદાન ૫૫.૦૧ ટકા થયું હતું.
દ્રારકાની ૯ બેઠકો બિનહરીફ થતાં ૫ વોર્ડની ૧૯ બેઠકોમાં મતદાન થયું હતું, કુલ ૨૩૩૫૭ મતદારો હતાં, ૫૯૫૧ પુરૂષ, ૪૯૩૬ ી સહિત કુલ ૧૦૮૮૭ લોકોએ મતદાન કર્યુ હતું જેમાં પુરૂષની ટકાવારી ૪૯.૭૫, ી ૪૩.૩૨ સહિત કુલ ૬ નગરપાલીકામાં સૌથી ઓછુ ૪૬.૬૧ ટકા મતદાન થયું હતું, આમ દેવભુમિ દ્રારકા જિલ્લામાં ૩ નગરપાલીકામાં સરેરાશ મતદાન ૪૯.૫૭ ટકા રહ્યું હતું.
જામવંથલી તાલુકા પંચાયત
જામનગર જિલ્લાની જામવંથલી તાલુકા પંચાયતની બેઠકમાં ૬૯૫૨ મતદારો હતાં, જેમાં ૧૮૧૭ પુરૂષ, ૧૨૩૮ ી સહિત ૩૦૫૫ લોકોએ મતદાન કર્યુ હતું, પુરૂષની ટકાવારી ૫૦.૩૫, ીની ટકાવારી ૩૭.૦૩ અને કુલ ૪૩.૯૪ ટકા મતદાન થયું હતું જયારે ૮ જોડીયા તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. દેવભુમિ દ્રારકા જિલ્લાની ખંભાળીયા તાલુકાની ૪ ભરાણા બેઠકમાં કુલ ૬૫૧૭ મતદારો હતાં જેમાંથી ૧૫૧૦ પુરૂષ, ૧૩૨૦ ી સહીત કુલ ૨૮૩૦ લોકોએ મતદાન કર્યુ હતું. જેની ટકાવારી પુરૂષની ૪૬.૫૩, ી ૪૦.૩૪ થઇ કુલ ૪૩.૪૨ ટકા મતદાન થયું હતું જયારે કલ્યાણપુરના ૧૩ જુવાનપરની તા.પં.ની બેઠકમાં ૬૧૭૩ મતદારોમાંથી પુરૂષ ૧૪૫૧, ી ૭૯૫, કુલ ૨૨૪૬ લોકોએ મતદાન કર્યુ હતું જેમાં પુરૂષની ટકાવારી ૪૪.૪૩, ી ૨૭.૩૫ થઇ કુલ ૩૬.૩૮ ટકા મતદાન થયું હતું અને તાલુકાની બે બેઠકો ઉપર સરેરાશ ૪૦ ટકા મતદાન થયું હતું. જામજોધપુરમાં વોર્ડ નં.૨માં ઇવીએમ ખોરવાયું હતું, સલાયામાં જીમ વિસ્તાર અને એક અન્ વિસ્તારમાં બે ઇવીએમ મશીન ખોરવાયા હતાં, ભાણવડમાં એસપી મિતેશ પાંડેએ મુલાકાત લીધી હતી, સમગ્ર ચૂંટણી દરમ્યાન જિલ્લા કલેકટર કેતન ઠકકર, અધિક કલેકટર ભાવેશ ખેર, એસપી પ્રેમસુખ ડેલુ, દ્રારકાના કલેકટર આર.એમ.તન્ના, અધિક કલેકટર જોટાણીયા, એસપી મીતેષ પાંડેય સહિતના અધિકારીઓએ સતત જિલ્લા ઉપર વોચ રાખી હતી, આમ સમગ્ર હાલારમાં છ નગરપાલીકામાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech