સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૧ માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન: દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ કર્યું મતદાન

  • March 01, 2021 10:10 AM 

કોરોના અંગેની માર્ગદર્શિકાને અનુસરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના

સ્થાનિક સ્વરાજયની ચુંટણી-૨૦૨૧ અન્વયે નગરપાલિકા, જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયત ચુંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે આજે સવારથી જ લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહયા છે. મતદાન માટે કોરોના મહામારીને ધ્યાને લઇ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહયું છે. જેમાં ટેમ્પરેચર ગન દ્વારા મતદાતાઓનું ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઇઝ કર્યા બાદ ગ્લોવ્ઝ પહેરી મતદાન કરવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.મતદાન મથક નંબર ૧૦ / ૧૧ / ૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે પ્રાથમિક શાળા બિલ્ડીંગ સીઆરસી રૂમ હરિપર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ મતદાન કર્યું હતું. પ્રાથમિક શાળા બિલ્ડીંગ સીઆરસી રૂમ હરિપર મતદાન મથક નં. ૧૦ / ૧૧ / ૬ માં ૪૮૪ પુરૂષો, ૪૫૩ સ્ત્રીઓ મળી કુલ ૯૩૭ મતદાતાઓ નોંધાયેલ છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ મિડીયાને સંબોધતા જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજયની ચુંટણી-૨૦૨૧ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે ૭ કલાકથી મતદાનનો પ્રારંભ થઇ ચૂકયો છે. જે બદલ વહીવટી તંત્રના તમામ સાથીઓને શુભેચ્છા પાઠવતા તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને કોરોના મહામારીને ધ્યાને લેતા તેની માર્ગદર્શિકાને અનુસરીને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા તેમજ ૧૮ વર્ષ પૂરા થયા છે તેઓ પ્રથમ વખત પોતાનો કિમતી મત આપી લોકતંત્રને મજબુત બનાવવા માટેની અપીલ કરી હતી.

આ તકે તેઓશ્રીએ જણાવ્યું હતુ કે, પોઝીટીવ કેઇસ માટે પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસારની વ્યવસ્થા તેમજ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થાઓ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS