BREAKING NEWS

ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા ફરી યોજાશે

  • April 14, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ નિષ્ફળ ગયો હતો પરંતુ હવે એવી અટકળો છે કે સોમવારે વાટાઘાટોનો બીજો રાઉન્ડ શ થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન વાતચીત માટે ઉત્સુક છે અને ફરી એકવાર અમેરિકાને વાતચીત માટે સંદેશ આપ્યો છે. ઉપરાષ્ટ્ર્રપતિ જેડી વાન્સે પણ કહ્યું છે કે ઈસ્લામાબાદ મંત્રણા દરમિયાન ઈરાન સાથે કરાર પર પહોંચવામાં થોડી પ્રગતિ થઈ છે. અમેરિકાના નેતાઓના આ નિવેદનો સૂચવે છે કે ઈરાન સાથે અમેરિકાની વાતચીત ટૂંક સમયમાં શ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું, તેઓ કરાર પર પહોંચવા માટે ખૂબ જ ઉત્સુક છે. અમને બીજી બાજુથી સંદેશ મળ્યો છે. અમે નાકાબંધી લાદી છે.અને અમે તેને તે રીતે ચાલુ રાખીશું. હાલમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી.
અમેરિકાના રાષ્ટ્ર્રપતિએ પુનરોચ્ચાર કર્યેા કે ઈરાન પાસે કયારેય પરમાણુ શક્રો રહેશે નહીં. તેમણે કહ્યું કે જો તેઓ સંમત નહીં થાય, તો કોઈ કરાર થશે નહીં. તેમણે કહ્યું, અમે કોઈ પણ દેશને વિશ્વને બ્લેકમેલ કરવાની મંજૂરી આપી
શકતા નથી. અમે તે થવા દઈશું નહીં. અમેરિકાના ઉપરાષ્ટ્ર્રપતિ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે ઈરાને પરમાણુ વાટાઘાટોમાં થોડી પ્રગતિ દર્શાવી છે, જે સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનો માર્ગ સ્પષ્ટ્ર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ પ્રક્રિયાને એક મોટા અને સફળ કરાર સાથે પૂર્ણ કરવા માંગે છે, અને રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પ તેને લંબાવવાનો ઇરાદો ધરાવતા નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે ઈરાને વાટાઘાટોને આગળ વધારવા માટે પહેલ કરવી પડશે.
અમેરિકન અધિકારીઓએ જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત ઈસ્લામાબાદ અથવા જીનીવામાં થઈ શકે છે. આ વાતચીત બે દિવસ પછી ૧૬ એપ્રિલે થવાની શકયતા છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે કયા દેશમાં અને કયારે થશે તે નક્કી થયું નથી. ઈસ્લામાબાદમાં થયેલી વાતચીત દરમિયાન, અમેરિકાએ માંગ કરી હતી કે ઈરાન ૨૦ વર્ષ માટે યુરેનિયમ સંવર્ધન બધં કરે અને દેશમાંથી તેના અત્યતં સંવર્ધિત ભંડારને દૂર કરે. ઈરાને ટૂંકા ગાળાના અને નિયંત્રિત ઘટાડાનો પ્રસ્તાવ મૂકયો. આ મુદ્દા પરના મતભેદોને કારણે કરાર થતો નથી. જોકે, હવે એવું બહાર આવ્યું છે કે ઈરાન પરમાણુ સંવર્ધન પર કેટલાક સમાધાન માટે સંમત થયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News