પોરબંદર જીલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલી નુકસાનીનું વળતર ચુકવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
પોરબંદર શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,હાલ ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ આ વિસ્તારમાં આવતા દરેક ડેમમાંથી પાણી છોડવાથી ભાદર, ઓઝત, મીણસાર, મધુવંતી, વર્તુ સહિતની અનેક નદીઓમાં ઘોડાપુર આવેલ છે અને આ વિસ્તારના મોટાભાગના ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે.આ પુર પરિસ્થિતિમાં ગ્રામજનોના ઘરમાં પાણી ઘુસી જતા ઘર વખરી તથા કિંમતી ચીજવસ્તુઓ પલળી ગયેલ છે તેમજ પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલ ઘાસચારો પણ પલળી જતા આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.તેમજ છેલ્લા પાંચ દિવસથી સતત પડી રહેલા વરસાદથી મોટાભાગના ગામડાઓ તરફ જતા રસ્તાઓ પુરના પાણી ફરી વળતા આ ગ્રામ્ય વિસ્તારો મુખ્ય વિસ્તારથી સંપર્ક વિહોણા બની ગયેલ છે.આપને આ બાબતે અમારી સંસ્થાવતી નમ્ર અરજ છે કે, પુરના પાણી ઓસરે અને રસ્તાઓ ખુલે એટલે તાત્કાલીક ધોરણે પશુઓ માટે ઘાસચારો મળી રહે એવી વ્યવસ્થા કરવી ખુબ જ આવશ્યક છે.તેમજ આ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને થયેલ નુકશાનીનો સર્વે કરાવી લોકોની ઘર વખરી અને તેમજ ખેતીની જમીનનુ થયેલ ધોવાણ અંગે યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી સંસ્થાવતી અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech