રાજયભરના માછીમારોને થયેલી નુકસાનીનું તાત્કાલિક વળતર ચુકવો

  • September 02, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજયભરના માછીમારોને થયેલી નુકસાનીનું તાત્કાલિક વળતર ચુકવવા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા રાજય સરકારને રજુઆત કરવામાં આવી છે.
અખિલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,ગુજરાત રાજયમાં સરકારના પરિપત્ર મુજબ માછીમારી ફિશીંગ સીઝન ૧૫ ઓગસ્ટથી શ‚ થયેલ ત્યારે માછીમારી કરવાના ૧૫ થી ૨૦ દિવસ હોય છે.૧૫ ઓગસ્ટથી મંજુરી મળેલી ત્યારે બોટો બંદરમાંથી માછીમારી કરવા નીકળતા ૭ થી ૮ દિવસ થઈ જાય છે,ત્યારે ગુજરાતના લગભગ બંદરોમાંથી આ દિવસોમાં ૭૦% બોટો માછીમારી કરવા નીકળી જાય છે અને ત્યારે કુદરતી આફતોના કારણે હજારો માછીમારી કરી રહેલ બોટોને મત્સ્યોદ્યોગ વિભાગના પરિપત્ર દ્વારા પરત બંદર ઉપર આવવા ચેતવણી આપવામાં આવતા લગભગ ૪ થી ૫ દિવસની અંદર બોટોને પરત બોલાવવામાં આવી છે અને જુદા-જુદા નજીકના બંદરમાં બોટોને આશરો લેવાની ફરજ પડી છે.તેના કારણે જયારે બોટ માછીમારી કરવા નીકળતી હોય છે ત્યારે ઓછામાં ઓછો ૫ થી ૬ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે.એ આપણા ડિપાર્ટમેન્ટને ખ્યાલ છે.દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધીમાં જુદા-જુદા બંદરોમાં બોટો ગયેલ હોય છે એને ઘણી બધી મુસીબતોનો સામનો કરીને બંદરમાં આવે ત્યારે ફરીથી ડીઝલ, પાણી, બરફ, રાશન વગેર સામાન લેવાનું અને ટંડેલ, ખલાસીઓનાં પગાર એટલે ઓછામાં ઓછો બે થી અઢી લાખ ‚પિયાનો ખર્ચ થાય છે.
છેલ્લા વર્ષોમાં માછીમારીની સીઝન પણ નબળી ગયેલ છે એ આપણા વિભાગને અને સરકારને પણ ખ્યાલ છે.જે પ્રમાણે જમીન ખેડુતોને જો પાક વીમો તેમજ આફતમાં સરકાર કરોડ ‚પિયાની જાહેરાત કરવામાં આવતી હોય છે.તો માછીમારો પણ એક દરિયાઈ ખેડુત છે અને સરકારને કરોડો ‚પિયાનું વિદેશી હુંડીયામણ કમાઈને આપતો આ માછીમાર સમાજ અને ગુજરાતનાં લાખો લોકોને રોજીરોટી આપતો આ ઉદ્યોગ છે.તો સરકાર એમને પણ તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવા અમારી માંગ છે.સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગ પાસે કઈ મોટી અને નાની બોટો સમુદ્રમાં માછીમારી માટે ગઈ છે અને હજુ દરિયામાંથી પરત આવવાની બાકી છે એ એના ટોકન મેનેજમેન્ટ આવક-જાવક રજીસ્ટર ઉપર ખ્યાલ જ હોય છે. આ રજુઆતને સત્ય સ્વીકારીને તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી અમો વિનંતી કરીએ છીએ અને અમને આશા છે કે હરહંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર માછીમારોને હરહંમેશા મદદ કરતી રહી છે અને કરે છે. આ આવેલી આફતમાં તાત્કાલિક માછીમારોને વળતર મળે એવી અમે આશા અને વિનંતી કરીએ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application