રાજકોટ શહેરમાં ભાવ વધારા સાથે વધુ ૩૩ સ્થળોએ પે એન્ડ પાર્ક સાઇટસ શ કરવા માટે મહાપાલિકા તત્રં દ્રારા આજરોજ રિટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, ગત દરખાસ્તમાં નીચા ભાવ આવતા રિટેન્ડર કરાયું હતું જેથી હવે ઉંચા ભાવ આવશે પરંતુ ઉંચા ભાવ ભરનાર એજન્સી વાહન પાર્ક કરનાર પાસેથી ઉંચા ભાવ વસૂલીને જ તંત્રને આપશે. આમ પાઘડીનો વળ છેડે જ આવશે અને ભાવ વધારાનો અંતિમ ભોગ શહેરીજનો જ બનશે તે નક્કી છે.
રાજકોટમાં ટ્રાફિક સમસ્યામાં મુખ્ય ભૂમિકા આડેધડ વાહન પાકિગની છે તે સર્વ વિદિત છે, જેના લીધે હવે મહાપાલિકા વધુમાં વધુ સ્થળે પે એન્ડ પાકિગ બનાવી રહ્યું છે.
વર્ષેાથી પે એન્ડ પાકિગના ભાવ વધ્યા ન હોય થોડા સમય પૂર્વે ૩૩ સ્થળે પે એન્ડ પાર્ક અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ પરંતુ નીચા ભાવ આવતા વધુ ભાવની આશાએ દરખાસ્ત પરત કરી રિટેન્ડર કરવાના આદેશ અપાયા હતા. દરમિયાન આજરોજ રિ ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે. હવે પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટ માટે વધુ રકમ ચુકવવાની અને સાથો સાથ શહેરીજનોએ પણ વાહન પાર્ક કરવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે તે નક્કી છે.
મહાનગરપાલિકા દ્રારા ૩૩ સ્થળે પે એન્ડ પાર્ક સાઇટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. અગાઉ પણ આ મુદ્દે ટેન્ડર થયેલ પરંતુ એજન્સીઓ દ્રારા ઓછા ભાવ આવતા દરખાસ્ત રદ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં લોકોને પાર્કિેંગ કરવા માટે પૈસા આપવા પડે તે વાત મંજુર ન હોય તેવું ફરી અનેક વખત સાબિત થયું છે. પે એન્ડ પાકિગનો કોન્ટ્રાકટ રાખનાર એજન્સીઓને પૂરતા વાહનોના આવતા નહીં હોવાને કારણે નુકશાની જતી હોવાની ફરિયાદો અગાઉ ઉઠવા પામી છે. અગાઉ ૩૩ સ્થળે પે એન્ડ પાકિગ માટે ટેન્ડર કરવામાં આવેલ જેમાં પણ ઓછાભાવથી એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતાં. વધુ ભાવના ટેન્ડર શા માટે નથી આવતા તેની ચર્ચા કરવાના બદલે સ્ટેન્ડીંગ કમિટિએ તમામ પ્રક્રિયા રદ કરી રિ–ટેન્ડરના આદેશ આપ્યા હતાં. જેના પગલે મનપાએ ફરી વખત ૩૩ સ્થળે પે એન્ડ પાકિગ માટેની સાઈટ જાહેર કરી ટેન્ડર પ્રસિદ્ધ કયુ છે. છતાં આ વખતે પણ એજન્સીઓ દ્રારા ટેન્ડર ભરવામાં આવશે કે કેમ તેવી મુંઝવણ તંત્રમાં પ્રવર્તી રહી છે. પે એન્ડ પાકિગની જૂની સાઈટો તેમજ અમુક નવી સાઈટો જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ ભાવની આશા તત્રં દ્રારા રાખવામાં આવી રહી છે. અને સાથો સાથ સરકારને નવી ગાઈડલાઈન મુજબ પે એન્ડ પાકિગ માટેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે હવે વાહન ચાલકોએ સરકારે નક્કી કરેલા નવા ભાવ પાકિગ માટેના ચુકવવાના રહેશે.
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાએ પે એન્ડ પાકિગ માટે અનેક સ્થળે સાઈટો એજન્સીને ફાળવેલ છે. અને લોકો પૈસા આપીને વાહન પાર્ક ન કરતા હોય એજન્સીઓ નુકશાની ભોગવી રહી છે. અને પે એન્ડ પાકિગના કોન્ટ્રાકટમાં તત્રં દ્રારા ઓછા ભાવ લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. છતાં તેની વિદ્ધ તંત્રએ વધુ પૈસા કમાવાની લાલચ રાખી પે એન્ડ પાકિગની સાઈટોના ઉંચા ભાવ માટે રિટેન્ડર કર્યુ છે તેને કેવો પ્રતિસાદ સાપડશે તે આવનાર દિવસોમાં જોવા મળી રહેશે.
મહાનગરપાલિકા દ્રારા સાઈટો નક્કી કરાઇ છે તેમાં ડોમિનોઝ પીઝાથી જય સીયારામ ચાની સામેનાં બ્રીજની બન્ને સાઈડ (વોર્કહાર્ટ હોસ્પિટલ ની સામે નો ભાગ) કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ જડુસ ચોકથી પુષ્કરધામ સુધી બ્રિજની નીચે બંને સાઈડ ૮૬૦ ચો.મી. જડુસ ચોકથી મોટા મવા સુધી બ્રિજની નીચે બંને સાઈડ ૮૫૨ ચો.મી. મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (૨) મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનોભાગ (૪) મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (૧) હોસ્પિટલ ચોકથી જામનગર રોડ બ્રીજ નીચેનો ભાગ હોસ્પિટલ ચોકથી કેસરી હિન્દ પુલ બ્રીજ નીચેનો ભાગ હોસ્પિટલ ચોકથી ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ બ્રીજ નીચેનો ભાગ શાક્રીશ્રી ધર્મજીવનદાસજી આંખની હોસ્પિટલની બાજુમાં રેલ્વેઓવરબ્રિજ નીચેનો ભાગ વિવેકાનદં ઓવરબ્રિજમવડી ઓવરબ્રિજ નીચેની જગ્યા ઓપન પ્લોટ નહેનગર ૮૦ ફટ રોડ યોગેશ્વર સોસાયટી મોચી બજાર કોર્ટ થી પેટ્રોલ પપં રોડ. જયુબેલીશાક માર્કેટ લાખાજીરાજ રોડ વોર્ડ નં.૭માં સ્થિત રાષ્ટ્ર્રીય શાળા પાસે આવેલ મહાનગરપાલિકાની જમીન સર્વેશ્વરચોક ધનરજની બિલ્ડીંગ, (ઈમ્પીરીયલ હોટેલ) થી જીલ્લા પંચાયત ચોક સુધી, બન્ને બાજુ ઓપન પ્લોટપંચાયત નગર, રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી નાણાવટી ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી નાણાવટી ચોક ઉગમણી બાજુ બ્રીજનીચેનો ભાગ કે.કે.વી.ચોક થી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (૧) નાના મવા સર્કલથી બિગ બજાર આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ નાના મવા ચોકથી બાલાજી હોલ આથમણી બાજુ બ્રીજનીચેનો ભાગ રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજનીચેનો ભાગ (૪) રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (૨) રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનોભાગ (૩) સત્યસાઈ મેઈન રોડ (પરિમલ સ્કુલ) થી આત્મીય કોલેજ નાં ગેઇટ સુધી (સ્વિમિંગ પુલ સામે) બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ શ્રીજી હોટલ થી રોયલ પાર્ક મેઈન રોડ( ક્રિશ્ના મેડીકલ સ્ટોર સુધી)બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બીજ સહિતના સ્થળે પાકિગની વ્યવસ્થા ઉભી કરાશે
દ્રિચક્રિય વાહનો રૂા.૫ રૂા.૧૦ રૂા.૨૫
ત્રિ ચક્રિય વાહનો રૂા.૧૦ રૂા.૧૫ રૂા.૩૦
મોટર કાર રૂા.૨૦ રૂા.૩૦ રૂા.૮૦
એલસીવી રૂા.૨૦ રૂા.૩૦ રૂા.૧૦૦
એચસીવી રૂા.૪૦ રૂા.૫૦ રૂા.૧૨૦
માસીકભાડુ વાહન મુજબ રૂા.૩૫૦થી રૂા.૧૨૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech