રાજકોટવાસીઓને વિનામૂલ્યે પાકિગની સુયોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રાજકોટ મહાપાલિકા દ્રારા તાજેતરમાં પે એન્ડ પાર્કની કુલ ૬૩ સાઇટસ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે આ તમામ સાઇટસમાં સૌથી ઉંચી અપસેટ યાજ્ઞિક રોડની સર્વેશ્વર ચોકની ૧૨૨૫ ચોરસ મીટરની પાકિગ સાઇટની .૪.૯૫ લાખ રાખવામાં આવી છે, યારે હોટેલ ઇમ્પિરિયલ પેલેસથી જિલ્લા પંચાયત ચોક સુધીની રોડની બન્ને સાઇડની ૧૦૦૦ ચોરસ મીટરની સાઇટની અપસેટ .૨.૨૫ લાખ રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કુલ ૬૩માંથી જાણીતા ૯ સંકુલો આજુબાજુની સાઇટસની અપસેટ પ્રાઇસ આશ્ચર્યજનક રીતે નીચી રાખવામાં આવી છે.
શહેરના રસ્તાઓ ઉપર લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ મૂકીને તેની કડક અમલવારી કરાવી રસ્તાઓ પહોળા કરવામાં આવે જેથી ટ્રાફિક અને પાકિગની સમસ્યા ઉકેલાય તેવી કામગીરી કરવાને બદલે મહાપાલિકા તંત્રને પે એન્ડ પાર્કનો અમલ કરાવવામાં જ ઉંડો રસ છે અને કદાચ શાસકોની પણ તેમાં મુક સહમતિ છે. બીજીબાજુ મ્યુનિસિપલ કરવેરાઓ ચૂકવતા સામાન્ય શહેરીજનો પાસેથી વાહન પાકિગ માટે પે એન્ડ પાર્કના પૈસા વસૂલી બેવડો ડામ આપવામાં આવી રહ્યો છે. ખરેખર કરવેરા વસુલ્યા પછી વિનામૂલ્યે પાકિગની સુવિધા આપવી જોઇએ પરંતુ તેવું કરવાને બદલે તંત્રવાહકોએ શાસકોની સહમતિથી રાજકોટ શહેરમાં ૬૩ સ્થળોએ પે એન્ડ પાર્ક સાઇટસનો કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા શ કરી શહેરીજનો પાસેથી પાકિગ પૈસા વસુલવાના નામે લૂંટ ચલાવવાનો પીળો પરવાનો આપવા તજવીજ હાથ ધરી છે. ચાલુ મહિનાના અતં સુધી ટેન્ડર સ્વિકારાશે અને આવતા મહિને ટેન્ડર ફાઇનલ થશે તેમ જાણવા મળે છે હાલ તો વાહનચાલકોને લૂંટવાનો પીળો પરવાનો મેળવવાના ટેન્ડર ભરવા પડાપડી થઇ રહી છે ! રાજકોટ મહાપાલિકા તંત્રએ અગાઉ સર્વેશ્વર ચોક, ત્રિકોણબાગ ચોક, લાખાજીરાજ માર્ગ સહિતના સ્થળોએ મલ્ટી લેવલ પાકિગ શ કરાશે તેવી વાતો જાહેર કરી હતી પરંતુ આજ દિવસ સુધી આવો કોઇ પ્રોજેકટ સાકાર થયો નથી.
સ્ટલિગ હોસ્પિટલની પાસેના પ્લોટની અપસેટ પ્રાઇસ ફકત રૂા.૧,૦૦,૦૦૦
૧૫૦ ફટ રિંગ રોડ ઉપર ટ્રાફિકથી સતત ધમધમતા નાણાવટી ચોક વિસ્તાર નજીક આવેલી સ્ટલિગ હોસ્પિટલની પાસેના ૪૦૦ ચોરસ મીટરના પ્લોટની અપસેટ પ્રાઇસ ફકત .એક લાખ રાખવામાં આવી છે. અહીં દર્દીઓ તેમજ દર્દીઓના ખબર અંતર પૂછવા આવતા લોકોના વાહનો પાર્ક થાય છે.
ગોંડલ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ સાઇટની અપસેટ લોએસ્ટ રૂા.૪૫૦૦
શહેરના ગોંડલ રોડ ઉપરના ટ્રાએંગ્યુલર લાય ઓવર બ્રિજ નીચેની સ્વામિનારાયણ ગુકુળની હોસ્પિટલના દરવાજા નજીકની ૧૮૦ ચોરસ મીટરની સાઇટની અપસેટ પ્રાઇસ તમામ ૬૩ સાઇટસમાં લોએસ્ટ ફકત .૪૫૦૦ રાખવામાં આવી છે.
વોકહાર્ટ હોસ્પિટલની બરાબર સામેની સાઇટની અપસેટ પ્રાઇસ રૂા.૨,૨૫,૦૦૦
કાલાવડ રોડ ઉપર કેકેવી મલ્ટી લેવલ બ્રિજ નીચેની પાકિગ સાઇટમાં ડોમીનોઝથી જય સિયારામ હોટેલ સુધી બ્રિજની બન્ને સાઇડની ૨૦૧૨ ચો.મી.જગ્યાની અપસેટ ૨,૨૫,૦૦૦ રાખવામાં આવી છે. અહીં બ્રિજ બન્યો ત્યારથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને વિઝિટર્સ તેમજ સેન્ટ મેરિઝ સ્કૂલના વિધાર્થીઓના વાલીઓના વાહનો પાર્ક થાય છે.
કાલાવડ રોડ સરાઝા રેસ્ટોરન્ટ પાસેની સાઇટની અપસેટ પ્રાઇસ ૨,૦૦,૦૦૦
કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેકસ સિનેમા સામેના સરાઝા રેસ્ટોરન્ટ પાસેના મોટા મવા ટીપી સ્કિમ નં.૧૬ના ૨૩૦૭ ચોરસ મીટરના ક્ષેત્રફળના પ્લોટ નં.૩૪એ–માં પે એન્ડ પાર્કની સાઇટ ઉભી કરાઇ છે જેની અપસેટ પ્રાઇસ .બે લાખ રાખવામાં આવી છે.
તનિષ્ક ટાવરથી માલવિયા ચોક કાર પાકિગની અપસેટ રૂા.૭૫,૦૦૦
લાખાજીરાજ માર્ગ ઉપર તનિષ્ક ટાવરથી માલવીયા ચોક સુધીના રોડ ઉપર ફકત કાર પાકિગ માટેની ૧૮૦ ચોરસ મીટરની સાઇટની અપસેટ પ્રાઇસ .૭૫૦૦૦ રાખવામાં આવી છે. અહીં મોટા ભાગે આજુબાજુના શો મમાં ખરીદી માટે આવતા તેમજ ખાનગી બેંકમાં આવતા ગ્રાહકોના વાહનો પાર્ક થાય છે.
આત્મીય કોલેજના દરવાજા પાસેની સાઇટનો ભાવ ફકત રૂા.૫૦,૦૦૦
કેકેવી મલ્ટી લેવલ બ્રિજ નીચે પરિમલ સ્કૂલથી ૬૯૭ આત્મીય કોલેજના મુખ્ય દરવાજા સુધી રોડની બન્ને બાજુની ૬૯૭ ચો.મી.ની પે એન્ડ પાર્ક સાઇટની અપસેટ પ્રાઇસ પણ ફકત .૫૦,૦૦૦ રાખવામાં આવી છે અહીં પણ આ બન્ને શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા વિધાર્થીઓ, વાલીઓ અને મુલાકાતીઓના વાહનોનું પાકિગ થશે.
હોટેલ ફોચ્ર્યુન પાસેની સાઇટની અપસેટ પ્રાઇસ રૂા.૨,૫૦,૦૦૦
વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૨માં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર મવડી ચોકડીથી આગળના ગોવર્ધન ચોકમાં હોટેલ ફોચ્ર્યુન પાસેની ૧૨૫૦ ચોરસ મીટરની પે એન્ડ પાર્ક સાઇટ માટેની અપસેટ પ્રાઇસ .૨,૫૦,૦૦૦ રાખવામાં આવી છે.
હોટેલ ધ ગ્રાન્ડ ઠાકર પાસેની સાઇટની અપસેટ રૂા.૯૦,૦૦૦
જવાહર રોડ ઉપરના સિવિલ હોસ્પિટલ ચોક ટ્રાએન્ગ્યુલર લાય ઓવર બ્રિજ નીચે હોટેલ ધ ગ્રાન્ડ ઠાકર પાસેની પે એન્ડ પાર્ક સાઇટની ૧૮૬૦ ચોરસ મીટર જગ્યા માટેની અપસેટ પ્રાઇસ .૯૦,૦૦૦ રાખવામાં આવી છે. અહીં મોટાભાગે આજુબાજુની બે હોટેલોમાં આવતા ગ્રાહકોના વાહનો પાર્ક થાય છે.
પે એન્ડ પાર્કની ૬૩ સાઇટસ પૈકીની મુખ્ય સાઇટસની અપસેટ પ્રાઇસ
સાઇટ લોકેશનઅપસેટ પ્રાઇસ .
સર્વેશ્વર ચોક યાજ્ઞિક રોડ૪,૯૫,૦૦૦
ડી માર્ટ પાસે ગોંડલ રોડ ૨,૦૪,૦૦૦
ત્રિકોણબાગ ચોક ૨,૫૦,૦૦૦
અખા ભગત ચોક ૨,૫૦,૦૦૦
નાગરિક બેન્ક ચોક કોર્નર પ્લોટ ૪,૫૦,૦૦૦
કોઠારીયા ચોકડીનો પ્લોટ ૪,૭૫,૦૦૦
ઇમ્પીરિયલથી જિલ્લા પંચાયત ચોક ૨,૨૫,૦૦૦
ડો.હોમી દસ્તૂર માર્ગ ૨,૨૫,૦૦૦
કોઠારીયા હત્પડકો કવાર્ટર્સ ૨,૫૦,૦૦૦
કોઠારીયા પુષાર્થ સોસા.પ્લોટ ૪,૫૦,૦૦૦
સ્ટલિગ હોસ્પિટલ પાસે ૧,૨૫,૦૦૦
હોટેલ ફોચ્ર્યુન પાસે ૨,૫૦,૦૦૦
કેકેવી બ્રિજના ચાર પાર્ટ ૯૦, ૦૦૦ (પ્રતિ પાર્ટ દીઠ)
કેકેવી ચોકથી બિગ બઝાર તરફ ૭૫, ૦૦૦
મોચી બજાર ચોકથી પેટ્રોલ પમ્પ ૩૦,૦૦૦
તનિષ્ક થી માલવીયા ચોક ૭૫,૦૦૦
યૂબિલિ શાક માર્કેટ ૩૦,૦૦૦
રૈયા ચોકડી બ્રિજ ચાર પાર્ટ ૭૫,૦૦૦ (પ્રતિ પાર્ટ દીઠ)
મવડી ચોકડી બ્રિજ ચાર પાર્ટ ૭૫,૦૦૦ (પ્રતિ પાર્ટ દીઠ)
લાખાજીરાજ માર્ગ ૧,૦૦,૦૦૦
આલ્ફ્રેડ હાઈસ્કૂલથી ભાભા હોટેલ ૩૬,૦૦૦
વાજપેયી ઓડિટોરિયમ સામેનો પ્લોટ ૭૦,૦૦૦
નાનામવા બ્રિજથી બિગ બઝાર તરફ ૭૫,૦૦૦
નાના મવા બ્રિજથી બાલાજી હોલ તરફ ૫૦,૦૦૦
રામાપીર ચોકડી બ્રિજ ચાર પાર્ટ ૭૫૦૦૦ (પ્રતિ પાર્ટ દીઠ)
યુનિવર્સીટી રોડ પંચાયતનગર ચોક ૭૦,૦૦૦
જડૂસ ચોક બ્રિજ બે પાર્ટ ૭૫૦૦૦ (પ્રતિ પાર્ટ દીઠ)
રાષ્ટ્ર્રીય શાળા પાસેનો મ્યુનિ.પ્લોટ ૫૦,૦૦૦
કાલાવડ રોડ શ્રીજી હોટેલથી રોયલ પાર્ક મે.રોડ ૯૦,૦૦૦
રોયલ પાર્ક મે.રોડથી સત્ય સાંઇ માર્ગ ૨,૦૦,૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech