પઠાનની અનસ્ટેબલ કમાણીઃ ત્રીજા દિવસે 36 કરોડથી વધુ કલેક્શન

  • January 28, 2023 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ભારે વિરોધ વચ્ચે પણ શાહરુખ ખાનની ફિલ્મ પઠાનએ રચ્યો ઇતિહાસ
  • માત્ર 3 જ દિવસમાં વર્લ્ડવાઇડ 290 કરોડની કમાણીનો કર્યો નવો રેકોર્ડ


શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ એ 3 દિવસમાં 280થી 290  કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. ફિલ્મે ક્રીજા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 36 કરોડની કમાણી કરી. આ સાથે ભારતમાં કુલ કલેકશન 163.50 કરોડનું કર્યું. 

ફિલ્મએ ત્રીજા દિવસે 70.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. છે. પઠાણે ભારતમાં પહેલા દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં હિન્દી વર્ઝન માટે રૂ. 55 કરોડ અને બાકીના વર્ઝન માટે રૂ. 2 કરોડ હતા. 

હવે શનિવાર અને રવિવારના વિકએન્ડમાં પઠાનનો જાદુ વધુ ચાલવાની આગાહી છે. જેમાં ફિલ્મનો કુલ બિઝનેસ 400 કરોડને પાર પહોંચી જાય તો નવાઇ નથી.

 
 પઠાનએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા

1. પ્રથમ દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરનાર એકમાત્ર હિન્દી ફિલ્મ

2. એકમાત્ર હિન્દી ફિલ્મ જેણે તેના બીજા દિવસે 70 કરોડ રૂપિયાની કમાણી કરી

3. ત્રીજા દિવસે પણ 35 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મ

4. બે દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો, આ સિદ્ધિ હાંસલ કરનારી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ

5. હિન્દી ફિલ્મ સતત બે દિવસમાં 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો

6.. ભારતમાં અત્યાર સુધીની સૌથી વિશાળ હિન્દી રિલીઝ


7. વિર્લ્ડવાઇડ ત્રણ દિવસમાં 280 કરોડથી વધુનો બિઝનેસ કરનારી હિન્દી ફિલ્મ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application