જોડીયા તાલુકાના હડીયાણા ગામના રહેવાસી મનસુખ દામજીભાઈ કાનાણી એ જોડીયા કોર્ટેમાં રૂ.૬,૫૦,૦૦૦ /- રૂપિયા છ લાખ પચાસ હજારનો એક એવા અલગ-અલગ તારીખના ત્રણ ચેકો બાઉન્સ થવા અંગે હડીયાણા ગામના નિવૃત ખેડુત વાલજીભાઈ ભવાનભાઈ નંદાસણા વિરૂધ્ધ ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરતા આરોપી વાલજીભાઈ નંદાસણાને સમન્સ મળતા કોર્ટેમાં હાજર થયેલ અને ગુન્હાનો ઈન્કાર કરતા ફરયાદી મનસુખ કાનાણીએ તેઓ વચ્ચે હાથ ઉછીનો થયેલ નોટરી કરાર રજુ કરી આ રકમ ચૂકવણી કરવા આરોપી વાલજીભાઈ નંદાસણાએ ચેક આપેલ છે.
તેઓ મૌખીક દસ્તાવેજી પૂરાવો રજુ કરેલ જેની ઉલટ-તપાસમાં આટલી રકમ ધીરાણ કરવા ફરયાદી સક્ષમ નથી, રજુ કરેલ કરાર શંકાસ્પદ છે અને કહેવાતો આખો વ્યવહાર શંકાસ્પદ છે તેવું આરોપીના વકીલ કોર્ટેના રેર્કડ ઉપર લાવી આવા શંકાસ્પદ વ્યવહારો સંબંધ ગુજરાત હાઈકોર્ટે-સુપ્રીમ કોર્ટે વિગેરેના ચૂકાદાઓ પોતાની વિસ્તૃત દલીલમાં રજુ કરી આરોપી વાલજીભાઈ નંદાસણાને નિદોર્ષે છોડી મુકવા રજુઆત કરતા જોડીયાના જયુડી. મેજી. પી.એસ.શાહએ કોર્ટેમા ત્રણેય કેસમાં રજુ થયેલ મૌખીક દસ્તાવેજી પૂરાવો ધ્યાને લઈ આરોપીનો બચાવ-દલીલ ગ્રાહય રાખી ફરયાદીનો વ્યવહાર શંકાસ્પદ છે. તથા રૂ.૨૬ લાખ જેવી રકમ કોઈને ધીરાણ કરવા ફરયાદી સક્ષમ છે તેવું પુરવાર કરવા નિષ્ફળ ગયેલ છે તેમ ઠરાવી આરોપી વાલજીભાઈ ભવાનભાઈ નંદાસણાને ત્રણેય કેસમાં નિદોર્ષે છોડી મુકવા હુકમ કરેલ છે.આરોપી તરફે વકીલ અશોક એસ. ગાંધી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોના પછી પ્રમ વખત રાજ્યમાં ૧૫ દિવસમાં જ મ્યુકર માઈક્રોસીસના બે કેસ આવતાં ફફડાટ
May 17, 2025 02:42 PMઝૂરીબાગ વિસ્તારમાં આખલા યુદ્ધ થી વાહનોનો નીકળ્યો કચ્ચરઘાણ
May 17, 2025 02:41 PMગુજરાતના માત્ર ચાર મહિનામાં લાંચ લેતાં ૧૦૯ અધિકારીઓ ઝડપાયા
May 17, 2025 02:40 PMબાળકોનું શિક્ષણ સાથે સંસ્કાર ઘડતર થાય એ આજના યુગની માંગ
May 17, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech