પશ્ચિમ રેલવેનું ભાવનગર ડિવિઝન ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.
આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ કેશલેસ ટ્રાન્ઝેક્શનની દિશામાં આગળ વધીને ભાવનગર ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો પર ચછ કોડ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે.
રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ચછ કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, રેલ ટિકિટ માટે ચછ કોડ દ્વારા ચુકવણી સ્વીકારવાની સુવિધા ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવલ સહિત તમામ નાના-મોટા સ્ટેશનોના તમામ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે ઞઝજ મોબાઈલ એપ, અઝટખ, ઙઘજ અને ઞઙઈં જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની ઍક્સેસ છે. આ પ્રકારની ડિજીટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી ભાવનગર ડિવિઝન દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને ચછ કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.
આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરીને વધુ અનુકૂળ અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું પ્રોત્સાહન છે. ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે મુસાફરોને ટિકિટનું ભાડું ડિજિટલ રીતે ચૂકવવા માટે ચછ કોડનો ઉપયોગ કરવા અલીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગારિયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
May 13, 2025 03:56 PMજાહેરમાં વરલી-મટકાનો જુગાર રમતો મહુવાનો શખ્સ ઝડપાયો
May 13, 2025 03:55 PMજગન્નાથજીની રથયાત્રામાં ભગવાનની નયનરમ્ય નવી મૂર્તિઓ સામેલ કરાશે
May 13, 2025 03:54 PMનિમુબેનના નેતૃત્વમાં નિષ્કલંક મહાદેવને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં વિશેષ પગલાં
May 13, 2025 03:53 PMરાજકોટ : UPSC ની પરીક્ષાના પેપર સ્ટોરરૂમમાં બંધ, 24 કલાક CCTV મોનીટરીંગ
May 13, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech