ભાવનગર એસટી વિભાગમાં એક તરફ ડ્રાઇવરો અને કંડક્ટરોની અછત યથાવત છે. જેની મુશ્કેલી હજુ દૂર થઇ નથી. તેવામાં હવે તો વાહનો પણ બિસ્માર બનતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ભાવનગર જિલ્લાના પાલીતાણા ડેપોની એસટી બસ અચાનક અધવચ્ચે બંધ પડતા મુસાફરો રઝડી પડ્યા હતા. એસટી વિભાગની બસોના ટેક્નિકલ ફોલ નિયમિતપણે રીપેરીંગ કરવા આવતા હોય છે. છતાં છાસવારે એસટી બસો અધવચ્ચે ડચકા ખાઈ જતા મુસાફરોને હલાકી વેઠવી પડે છે. પાણીતાના ડેપોની બસ તળાજા નજીક આવેલા દેવળીયા ગામ નજીક અચાનક ઉભી રહી ગઈ હતી. જેને લીધે યાત્રીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. તળાજા તાલુકાના દેવળીયા ગામ નજીક એસટી બસ અચાનક બંધ પડી જતા મુસાફરો રજળી પડ્યા હતા. આ એસટી બસ પાલીતાણા ડેપોની હોવાનું જાણવા મળ્યું હતું. જે એસટી બસ તળાજા તાલુકાના દેવળીયા ગામ નજીક ખોડીયાર માતાજીની વાવ પાસે બંધ પડી હતી. જેને લઇને બસમાં બેઠેલા મુસાફરોને હલાકી ભોગવી પડી હતી. બસ બંધ પડી જતા રોજ અપડાઉન કરતા મુસાફરો જેને પોતાના નોકરી ધંધા પર પહોંચવાનું હોય તેવા લોકો હેરાન થઇ ગયા હતા. અને આવી ઘટના અનેકવાર બનતી હોવાનું લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો. જે અંગે એસટી વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech