આજે સોમનાથમાં પીએમના પ્રોગ્રામ માટે એસટી બસો ફાળવતા મુસાફરોને હાલાકી
આજે સોમનાથમાં પીએમના પ્રોગ્રામ માટે એસટી બસો ફાળવતા મુસાફરોને હાલાકી
May 11, 2026 11:21 AM
રાજકોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતરામ રાવલની યાદી મુજબ આજરોજ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીશ્રીના આયોજિત થનાર અમૃત મહોત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ૨૦૪૦ એસટી ની બસો રાયભરમાંથી ફાળવી દેવામાં આવશે. પ્રજાના ખર્ચે વડાપ્રધાનના કાર્યક્રમમાં જુદા જુદા ડિવિઝનો માંથી એસ.ટી બસો ફાળવી દેવામાં આવી છે. હાલ રાયભરમાં ૮૫૫૦ એસ.ટીની બસોમાં અંદાજે ૨૯ લાખ લોકો નિયમિત અપડાઉન કરે છે તા.૧૦ અને ૧૧ એમ બે દિવસ એસટીની ટિ્રપો કેન્સલ થશે. મુસાફરોને કોંગ્રેસ સમિતિની અપીલ છે કે જર જણાય તો જ બે દિવસ એસ.ટીમાં મુસાફરી કરજો અન્યથા ૪૫ ડિગ્રી તાપમાનમાં હેરાન પરેશાન થશો. એસ.ટીની ટ્રીપો રદ થતાં ખાનગી વાહનો સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ઉઘાડી લુટ ચલાવશે અને લૂંટાશો. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં નવે નવી બસો ફાળવી દેવામાં આવશે જેથી મુસાફરોને ભંગાર, ખખડધજ અને ભાઠા જેવી જૂની બસો ગમે ત્યારે બ્રેક ડાઉન થઈ જાય તેવી બસો ટ પર ચલાવવામાં આવશે. વડાપ્રધાન, મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં આ રીતે સરકારી વાહનનો દૂરપયોગ બધં કરવો જોઈએ.એક અંદાજ મુજબ છેલ્લ ા ૩૦ વર્ષમાં રાય સરકારે પોતાની પ્રસિદ્ધિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૬૦૦ કરોડ પિયાનો ધુમાડો કર્યેા છે અને ૬૦૦૦૦થી વધુ બસોની સેવાઓ ઝૂંટવી લેવામાં આવી છે. એક બાજુ સલામત સવારી અને બીજી બાજુ કલાકો સુધી એસ.ટી બસ સ્ટેશનમાં બેસી રહો બસો નહીં મળે. રાયના સોમનાથ થી દુર દુર સુધીના ડિવિઝનો માંથી બસો ફાળવવામાં આવતાં ૩૦૦ થી ૩૫૦ કિલોમીટર દૂરથી બસો ખાલી આવશે અને ખાલી પરત જશે.