ચેક રિટર્નના કેસમાં ભાગીદારને પડી છ મહિનાની સજા

  • September 03, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે,ગત વર્ષના મેળામાં થયેલ ભાગીદારીના ધંધાના હિસાબ કિતાબને આ વર્ષે ચુકાદા દ્વારા કોર્ટે સરભર કર્યો છે! ફરીયાદની વિગત મુજબ ફરીયાદી કાંતીલાલ બાબુલાલ બુધેચા દ્વારા આગલા વર્ષના મેળામાં આનંદકુમાર અરવિંદભાઈ નાંઢા સાથે ભાગીદારીમાં હાથીવાળુ ગ્રાઉન્ડ " ફુડઝોન " કરવા માટે ભાડે રાખેલુ હતું. અને તે સંબંધે ૭૦% ની રકમ ફરીયાદીએ ૩૦% રકમ આરોપીએ રાખવાની તેવુ નકકી થયેલુ હતું.અને સમગ્ર મેળા દરમ્યાન કેસ કાઉન્ટર તહોમતદારના પિતા અરવિંદભાઈ સંભાળતા હતા.અને તમામ રકમ તહોમતદાર પોતાના ઘરે લઈ જતા હતા.અને સંબંધેનો તમામ હિસાબ કિતાબ રાખવામાં આવતો હતો.અને મેળો પુરો થઈ ગયા બાદ હીસાબ કીતાબ કરતા અને ખર્ચની રકમ ચુકવાઈ જતા રૂ.૫,૭૮,૦૪૭ અંકે રૂપિયા પાંચ લાખ ઈઠોતેર હજાર સુડતાલીસ પુરા ફરીયાદીએ લેવાના થતા હતા.અને તે સંબંધેનો ચેક આરોપીએ પોતાના હસ્તાક્ષરમાં પોતાની સહી કરી ફરીયાદીને આપેલો હતો.અને તે ચેક પાછો ફરતા ફરીયાદીએ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં ફરીયાદ કરતા અને તે કેસમાં રેકર્ડ ઉપરનો પુરાવો તથા સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ પોરબંદરના સેક્ધડ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ. ફ.ક. ચાવડા દ્વારા આરોપી આનંદકુમાર અરવિંદભાઈ નાંઢાને છ માસની કેદની સજા અને ૯% લેખે ચેકની રકમ ઉપરાંત વ્યાજની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે. અને તે રીતે ગયા વર્ષના મેળામાં કરેલા ભાગીદારીના ધંધાનો હીસાબ કિતાબ આ વર્ષના મેળા દરમ્યાન કોર્ટે ચુકાદો આપીને કરતા અને તે રીતે મેળાની કમાણી મેળામાં સમાણી તેવી રમુજ થયેલ છે. અને તે રીતે આ કામમાં કોર્ટ દ્વારા સજા કરતા ભાગીદારીમાં ધંધો કરી અને પછી હિસાબનો ચેક આપી હિસાબ ન ચુકવતા લોકો સામે આ ચુકાદો ચેતવણી સ્વરૂપ છે. આ કામમાં મુળ ફરીયાદીવતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application