રૂવાપરી રોડ પર આવેલી રણજીતકુમાર એન્ડ બ્રધર્સ નામની પેઢીમાં ચાલી રહેલ ક્ધસ્ટ્રક્શન સાઇટમાં તોડફોડ કરી ખંડણી માંગવાના બનાવમાં સંડોવાયેલા ફરાર આરોપીને એસઓજીએ ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતના પાંચ ગુના દાખલ થયેલા હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે આરોપીને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
કેસની વિગત એવી છે કે, જગદીશભાઈ ઓમપ્રકાશ રાજાઇ (રહે.સરદારનગર, શ્રીરામ સોસાયટી)એ અગાઉ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આકાશ તેમજ બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ ફરિયાદીની સાઇટ પર ગયા હતા અને ત્યાં આગળ તેમણે સીસીટીવી કેમેરા,મીટર અને ઈલેક્ટ્રીક વસ્તુઓની તોડફોડ કરી રૂા.૮૦,૦૦૦નું નૂકશાન કર્યું હતું. આરોપીઓએ ફરિયાદીના
ભાગીદાર પાસે પણ હપ્તાની માંગણી કરી હતી જો હપ્તો નહી મળે તો જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. આ બનાવમાં આરોપી આકાશ ઉર્ફે કણો ભરતભાઈ વાઘેલા (રહે.વીમાના દવાખાના પાસે) ફરાર હોય એસઓજી પોલીસે બાતમીના આધારે આરોપી આકાશને ઝડપી પાડી તેને ઘોઘારોડ પોલીસના હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech