ખંભાળિયા પંથકમાં આંશિક લોક ડાઉન સદંતર નિષ્ફળ: વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન લંબાવાયું

  • May 06, 2021 08:05 PM 

જીવલેણ વાઇરસ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ પ્રકારના પગલાં સાથે સોશિયલ ડિસ્ટન્સ અને લોકોની સાવચેતી જ મહત્વનું પરિબળ છે. ખંભાળિયામાં પણ અન્ય સ્થળોની જેમ વિવિધ પ્રકારે પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમાં અહીંના મોટા ભાગના વેપારીઓએ સકારાત્મક અને સહકારભર્યું વલણ દાખવી અને સ્વૈચ્છિક અને આંશિક લોક ડાઉનનો માર્ગ અપનાવ્યો છે.

ખંભાળિયા તાલુકાના મોટાભાગના વેપારી મંડળો દ્વારા ગત માસમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી એક મિટિંગમાં તારીખ 5 મે સુધી સ્વૈચ્છિક રીતે સાંજે ચાર વાગ્યાથી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વેપારીઓ જોડાયા હતા. જ્યારે પાન મસાલા સહિતની અનેક દુકાનો ખુલી રહી હતી. પરંતુ સરેરાશ શહેરમાં બંધ જેવો માહોલ જોવા મળતો હતો.

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આંશિક અને સ્વૈચ્છિક બંધના આ વ્યાપક પગલાં વચ્ચે પણ તાલુકામાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં ખાસ કોઇ ઘટાડો જોવા મળ્યો ન હતો. આ પરિસ્થિતિમાં બપોરના ચોક્કસ સમયગાળામાં બજારમાં ઘરાકોને ભીડ રહેતી હતી.

હાલ ખંભાળિયા સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ચિંતાજનક સ્તરે છે. ત્યારે તાજેતરમાં અહીંના વેપારીઓની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં આગામી તારીખ 15 મી સુધી ઉપરોક્ત સ્વૈચ્છિક લોક ડાઉન લંબાવવાનું વેપારીઓએ નક્કી કર્યું છે. હાલ વેપારીઓની દુકાની કે જે ચાર વાગ્યે બંધ થઈ જતી, એ દુકાને હવે બપોરે ત્રણ વાગ્યા સુધી ખુલી રહેશે. ત્યાર બાદ બજારો બંધ રાખવાનું કેટલાક વેપારી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

આ સ્વૈચ્છિક અને આંશિક લોક ડાઉનની સફળતા કેવી રહેશે તે આગામી સમય જ બતાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS