મહાનગરપાલિકાના સતાધીશોએ ભયજનક આવાસ અગાઉથી ખાલી કરાવી લેવાતા દુર્ઘટના ટળી: રહેવાસીઓ આખી રાત જાગ્યા: મકાન ખાલી હોવાના કારણે કોઇને ઇજા ન થઇ: મેયર, ચેરમેન, નગરસેવક, એસ્ટેટ શાખા અને ફાયર શાખાના અધિકારીઓએ મોડી રાત્રે કરી કામગીરી
જામનગર શહેરમાં સાધના કોલોનીમાં ગઇકાલે રાત્રે 11 વાગ્યે બ્લોક નં. 73 ના ત્રણ મકાનનો ભાગ એકાએક ધડાકાભેર તુટી પડતાં દોડાદોડી થઇ હતી, મકાન તુટવાની જાણ થતાં મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, નગરસેવક પાર્થ કોટડીયા, ફાયર બ્રિગેડના સી.એસ.પાંડીયન સહિતના અધિકારીઓ તેમજ એસ્ટેટના અધિકારી નિતીન દિક્ષીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી, વ્હેલી સવારે 4 વાગ્યા સુધી પદાધિકારીઓ અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે, ગઇકાલે મોડી રાત્રે 11 વાગ્યા આસપાસ સાધના કોલોનીમાં આવેલા જર્જરીત આવાસોમાં બ્લોક નં. એમ-73ના કુલ ત્રણ મકાનનો દિવાલનો ભાગ ધડાકાભેર તુટી પડયો હતો, તાત્કાલીક અસરથી આ વિસ્તારના નગરસેવક પાર્થ કોટડીયા ઘટના સ્થળે દોડી ગયા હતાં અને એસ્ટેટ તથા ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે આ ઘટના પહેલા જ થોડા દિવસ અગાઉ જ આ તમામ ફલેટો ખાલી કરાવવામાં આવ્યા હોય કોઇપણ જાતની જાનહાની થઇ ન હતી.
ગઇકાલે મોડી રાત સુધી મેયર અને ચેરમેન પણ ઘટના સ્થળે રોકાયા હતાં અને જરૂરી સુચના આપી હતી, બાકીના મકાનનો ભાગ આજ સવારથી જ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આમ હજુ પણ બાકી રહેલા ભાગને તોડી પાડવામાં આવશે, અન્ય મકાનો પણ તોડવામાં આવશે.
સાધના કોલોનીમાં મકાન તુટતા લોકો આખી રાત જાગ્યા...
જામનગરની સાધના કોલોનીમાં ગઈ રાત્રે વધુ એક જર્જરીત બિલ્ડીંગનો અડધો ભાગ ધરાસાઈ થઈ ગયો હતો, જે ધડાકાભેર અવાજ સંભળાતાં સોસાયટીમાં રહેતા અન્ય રહેવાસીઓ ડરના માયર્િ ધરની બહાર આવી ગયા હતાં અને સમગ્ર રાત્રી દરમિયાન અજંપા ભરી શાંતિ રહી હતી અને લોકોએ ધરાર જાગરણ કર્યું હતું.
સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત બિલ્ડીંગ પડવાના ત્રીજા કિસ્સા બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોમાસાની સિઝનને લઈને જર્જરિત બિલ્ડીંગો જમીન દોસ્તી થઈ રહ્યા છે, ત્યારે અન્ય કેટલાક રહેવાસીઓ કે જેઓએ ગઈકાલની રાતની ઘટનાને લઈને અજંપા ભરી શાંતિ અનુભવી હતી, અને રાત્રિભર સુધી અનેક લોકો પોતપોતાના ઘરની બહાર એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ માઈક મારફતે લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, તેથી પણ લોકોમાં ડર ફેલાયેલો જોવા મળ્યો હતો. આ સમયે સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો પણ સાધના કોલોની વિસ્તારમાં બંદોબસ્તમાં જોડાયો હતો અને જર્જરીત બિલ્ડીંગના આસપાસના વિસ્તારને દોરડું બાંધી કોર્ડન કરી નાખ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMઅદાણી ગ્રુપના શેર બીજા દિવસે પણ ૧૦ ટકા તૂટ્યા
November 22, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech