કાલાવડમાં હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરનાર ઝડપાયો

  • July 06, 2021 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દસ વર્ષથી પોલીસને થાપ આપતા શખ્સને દબોચી લેતી પેરોલ ફર્લો સ્કવોડ

કાલાવડ હત્યાના ગુનામાં સંડોવાયેલા અને પેરોલ જમ્પ કરીને છેલ્લા દસ વર્ષથી પોતાની ઓળખ બદલી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્કોડએ દબોચી લઇ કાલાવડ ટાઉન પોલીસના હવાલે કર્યો છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એસ એસ નિનામાના માર્ગદર્શન મુજબ જામનગર પેરોલ ફર્લોનો સ્ટાફ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હતા.

દરમિયાનમાં સ્ટાફને બાતમી મળેલ કે કાલાવડ પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ 302 વિગેરેના કામે નાસતો ફરતો અને અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરેલો આરોપી હારસંગ લુલીયા બામણીયા રહે. મહેન્દ્રા માપીદાર ફળિયુ પોસ્ટ વરજાર તાલુકો ભાભરા, જીલ્લો અલીરાજપુર -એમપી વાળો પોતાની ઓળખ બદલીને હાલ મોરબી જિલ્લાના બગથળા ગામે છે.

આ હકીકતના આધારે પોલીસે તપાસ લંબાવી ને આરોપી હારસંગને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે કાલાવડ ટાઉન પોલીસને સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એ એસ ગરચર, હેડ કોન્સ ગજેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, રણજીતસિંહ, નિર્મળસિંહ, સલીમભાઈ, કાસમભાઈ, ભરતભાઈ, રાજેશભાઈ, મેહુલભાઈ, ગીરીરાજસિંહ, ધર્મેન્દ્રભાઈ, મહિપાલભાઈ, અરવિંદગિરી તથા એલસીબીના હેડ કોન્સ નિર્મળસિંહ તથા લખમણભાઇ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS