સાહસ અને સંઘર્ષથી ભરપુર ક્વાર્ટર ફાઈનલ મેચમાં બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી ભારતીય પુરુષ હોકી ટીમ હવે ચંદ્રક મેળવવાથી માત્ર એક પગલા દૂર છે. સેમી ફાઈનલ મેચ ભારત અને જર્મની વચ્ચે આવતી કાલે એટલે કે તારીખ 6 ઓગસ્ટના રોજ 10 : 30 કલાકે રમાડવામાં આવશે. રવિવારે રમવામાં આવેલ અંતિમ આઠ ખેલાડી મેચ જીતવામાં સફળ રહ્યા. નિધર્રિીત સમય સુધી મેચ 1-1ની બરાબરી પર હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે 22 મીનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરી ભારતીય ટીમને 1-0થી જીત અપાવી હતી. પરંતુ 27 મીનીટમાં લી મોર્ટને મેદાનમાં ગોલ કરી સ્કોર 1-1ની બરાબરી કરી.
ભારતીય ટીમની જીતના હીરો અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ રહ્યા છે. જે ગોલપોસ્ટ પર દીવાર બનીને ઉભા રહ્યા હતા. તેમણે મેચમાં કુલ 13 બચાવ કર્યો. પોતાના અંતિમ ઓલિમ્પિક મેચ રમી રહેલ શ્રીજેશે પેનલ્ટી શુટઆઉટમાં પણ બે બચાવ કયર્િ અને ટીમને જીત અપાવી.
ભારતીય ટીમના ડિફેંડર અમિત રોહિદાસને મેચના 17મી મીનિટે જ રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ જ કારણે આગામી 43 મીનીટ ભારતીય ટીમને માત્ર 10 ખેલાડીઓની સાથે જ મેચ રમવો પડ્યો હતો. એટલું જ નહીં મેચના 47મી મીનિટમાં સુમિતને મેચ રેફરીએ ગ્રીન કાર્ડ બતાવી અમે બે મિનિટ માટે મેદાનમાંથી બહાર કયર્િ હતા. એવામાં મેદાનમાં માત્ર ખેલાડીઓ જ રહ્યા હતા. તેમ છતાં ભારતીય ટીમે બ્રિટેનને ગોલ કરવાનો કોઈ મોકો આપ્યો નહીં. ભારતીય ટીમની જીતમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે ફરી મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમને નિર્ધિરિત સમયની અંદર એક ગોલ કરી અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં પણ એક ગોલ કર્યો. આ રીતે તેઓ આ ટૂનર્મિેન્ટમાં અત્યાર સુધી કુલ 8 ગોલ કરી ચૂક્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં મળેલી નિરાશાજનક હાર બાદ બ્રિટેનના કેપ્ટન ડેવિસ એમ્સે હોકીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. ડેવિડે કહ્યું કે, અમે જીત મેળવવોનો શાનદાર મોકો ગુમાવ્યો છે. તેનો શ્રેય ભારતને જાય છે. જેમને 10 ખેલાડીઓ સાથે જીત મેળવી થે, આ મારી ત્રીજી ઓલિમ્પિક હતી અને હવે મારી જીવનમાં આગળ વધવાની જરૂર છે. આ કારણે મેં હવે આ ખેલમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું
ભારત અને બ્રિટેન વચ્ચે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ક્વાર્ટર ફાઈનલ મેચ રમવામાં આવી હતી. તે મેચમાં ભારતે બ્રિટેનને 3-1થી હરાવ્યું હતું અને બાદમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. ભારતે ઓલિમ્પિકમાં બ્રિટન સામે નવ મેચ રમ્યા હતા. જેમાંથી 6 મેચ જીત્યા હતા જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો હતો.
હોકી ટીમને જોરદાર ઝટકો, સ્ટાર ખેલાડી સેમિફાઇનલમાંથી બહાર
ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને પેરિસ ઓલિમ્પિક 2024માં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે એક બેડ ન્યુઝ એ પણ છે કે ભારતીય ટીમને આવતી કાલે સેમિફાઇનલમાં સ્ટાર ખેલાડી વિના જ રમવું પડશે જેના લીધે ટીમના પરફોર્મન્સ પર અસર પડી શકે છે.સ્ટાર ખેલાડી અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે હવે સેમિફાઈનલમાં રમતો જોવા નહીં મળે. અમિત એક ઉત્તમ ડિફેન્ડર છે. ટીમમાં તેની ગેરહાજરીને કારણે ટીમનું ડિફેન્સ નબળું પડી શકે છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ) દ્વારા રોહિદાસ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અંગે હોકી ઈન્ડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે કહ્યું છે કે તે આ નિર્ણય સામે અપીલ કરશે. વાસ્તવમાં આ આખો મામલો ક્વાર્ટર ફાઇનલથી જ શરૂ થયો હતો. જ્યારે આ મેચની 17મી મિનિટે અમિતને રેડ કાર્ડ મળ્યું હતું. આ કાર્ડના કારણે તેના પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. આ રેડ કાર્ડનો મુદ્દો પણ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે, જેના વિશે હોકી ઈન્ડિયાએ પણ ફરિયાદ કરી છે. મેચનો બીજો ક્વાર્ટર વિવાદોથી ભરેલો રહ્યો હતો. ભારતીય ખેલાડી અમિત રોહિદાસને રમતની 17મી મિનિટે રેડ કાર્ડ મળ્યું હતું. એટલે કે બાકીની 43 મિનિટ સુધી ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech