પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાની 13 મેના રોજ દિલ્હીમાં સગાઇ 

  • May 12, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સગાઇ માટે પરિણીતિના ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું
  • પાપારાઝીઓએ પરિના ઝગમગતા ફ્લેટનો વીડિયો શેર કર્યો


બોલીવુડ પરિ પરિણીતિ ચોપરા આ શનિવારે 13 મેના રોજ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવાની છે. પરિણીતિ અને રાઘલ છેલ્લા કેટલાય સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, બંનેને એક સાથે રેસ્ટોરેન્ટ અને એરપોર્ટ પર સ્પોટ થયા હતા.


13મી મેના રોજ સગાઈની વિધિઓની અફવાઓની વચ્ચે બંને એક સાથે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે સગાઈના બે દિવસ પહેલા પરિણીતિના ઘરને લાઈટોથી શણગારવામાં આવ્યુ છે.


પરિણીતિ ચોપરા અને રાધવ ચઢ્ઢા બંને રેસ્ટોરેન્ટ અને એરપોર્ટ પર સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે બંને 13મી મેના રોજ સગાઈ કરવાના છે તેવી વાત સામે છે. આ પ્રસંગે પરિણીતિના ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.



પાપારાઝીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને તસવીરો મુજબ પરિણીતિના ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. હાલ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પરિણીતિનું ઘર એકદમ લાઈટથી શણગારવામાં આવ્યુ છે તેવુ વિડીયોમાં જોવા મળી રહ્યુ છે. જાણવા મળી રહ્યું છે કે, પરિણીતિના ઘરે સગાઈ વિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


 રિપોર્ટ મુજબ, રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાની સગાઈ 13મી મેના રોજ દિલ્હીમાં થશે. મીડિયા રિપોર્ટ મુજબ, આ સગાઈ વિધિમાં આશરે 150 નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ આ વર્ષના અંત સુધીમાં બંનેના લગ્ન થઈ શકે છે. પહેલાં ઓક્ટોબરમાં લગ્ન થવાના અહેવાલ આવ્યા હતા.


દરમિયાન બંને બે દિવસ પહેલા રાધલ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા એક સાથે દિલ્હીમાં જોવા મળ્યા હતા. પરિણીતિ ચોપરાએ મરુન કુર્તા સેટ પહેર્યુ હતુ, જ્યારે રાધવ ચઢ્ઢાએ કાળો શર્ટ અને બેઝ પેટમાં પહેર્યુ હતુ.બંને જેવા બહાર નીકળ્યા હતા ત્યારે પાપરાઝીએ પરિણીતિને પૂછ્યુ હતુ કે, શું તે તેના લગ્નમાં બોલાવશે? પરિણીતિ અને રાધવે કોઈ જવાબ આપ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application