પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટુંકમાં જ કરી લેશે સગાઇ

  • April 05, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મહેમાનોની અનુકુળતાએ સેરેમની માટે ડેસ્ટિનેશન પણ થઇ ગયું નક્કી
  • બંને સગાઇ માટે જાતે જ આપી રહ્યા છે ધ્યાન, પછી સંબંધ પણ જાહેર કરશે


સ્વરા ભાસ્કર બાદ બોલીવૂડની પરિ પણ કોઇ નેતાને પરણવા જઇ રહી છે. આજકાલ બી-ટાઉનમાં તેની જ ચર્ચા છે. એક તરફ પ્રિયંકા ચોપરા મુંબઇમાં છવાઇ રહી છે. તો બીજી તરફ તેની પિતરાઇ બહેન પરિણીતી ચોપરા આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથેના રિલેશનને કારણે યેનકેન લોકોના જીભે છે. હવે ફેન્સને ટુંકમાં જ તેમની સગાઇ જોવા મળી શકે છે. જેના માટે ડેસ્ટિનેશન પણ નક્કી કરી દેવાયું છે.


પરિણીતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા સતત ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક રેસ્ટોરેન્ટની બહાર સ્પૉટ થઈ રહ્યા છે. સતત સામે આવતી તસવીરો અને વાયરલ વીડિયો વચ્ચે હાલ આ બંનેના લગ્નની ખબરો સામે આવી રહી છે. જોકે, આ ખબરોને લઈને બંનેએ હજુ સુધી ચુપ્પી સાધેલી છે. પરંતુ, અમુક 'આપ' નેતાઓએ સોશિયલ મીડિયા પર રાઘવને શુભેચ્છાની ટ્વિટ આપી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતી અને રાઘવ આ અઠવાડિયામાં જ સગાઈ કરી શકે છે.


મીડિયા રિપોર્ટ અનુસાર આપ નેતા રાઘવ અને એક્ટ્રેસ પરિણીતી હવે એક બે દિવસમાં જ સગાઈ કરશે. આ સગાઈમાં પરિવારના અમુક લોકો અને નજીકના અમુક મિત્રો જ સામેલ રહેશે. સગાઈ દિલ્હીમાં થશે જેના કારણે પરિણીતી ચોપરાની દિલ્હી અવર-જવર શરુ છે. રાઘવ અને પરિણીતી સગાઈની તૈયારીઓ પર જાતે જ ધ્યાન આપી રહ્યા છે. ખબર અનુસાર સગાઈ બાદ તેઓ આ સંબંધને સાર્વજનિક કરી દેશે.


આ સગાઈમાં પરિવારના નજીકના લોકો અને અમુક ખાસ મિત્રો સામેલ થશે. તમામના વ્યસ્ત શેડ્યુલને ધ્યાનમાં રાખીને એ પ્રકારે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે કે લોકો સગાઈમાં હાજર રહે. પ્રિયંકા ચોપરાની પતિ નિક જોનસ અને દીકરી માલતી મૈરી સાથે ભારત આવવાની ટ્રિપ પણ આ વાતને ધ્યાનમાં કરવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે. આ સાથે કઝિન સિસ્ટર મીરા કપૂર પણ દિલ્હી આવી ગઈ છે.

ખબરો અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ઢા એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ, અમુક સમય પહેલા એ વાતનો અહેસાસ થયો કે આ દોસ્તીથી કંઈક વધારે છે. જ્યારબાદ બંનેએ આ સંબંધને એક નામ આપવાનું નક્કી કર્યુ.



તેમનામાં વય સિવાય કોઇ સામ્યતા દેખાઇ નથી. પરિણીતી ઝાકમઝોળ દુનિયાની પરિ છે. તો રાઘવ પોતાનું ઘર કે જમીન પણ નહીં ધરાવતો સિમ્પલ રાજનેતા છે. તેની પાસે બહુ ધન-દોલત પણ નથી. જ્યારે પરિણીતીની એક મહિનાની કમાણી રાઘવના કુલ બેન્ક બેલેન્સ કરતા વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application