લાલપુર ચોકડી ખાતે મનમાં લાગી આવતા પરિણીતાનો આપઘાત

  • April 05, 2021 08:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જકાતનાકા પાસે યુવાને ફ્લેટની અગાસી પરથી પડતું મૂકતા મોત

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે રહેતી એક બાવાજી પરણિતાએ મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જ્યારે જકાતનાકા ગુંજનાવાટિકા ખાતે રહેતા યુવાને પોતાની મેળે ફ્લેટની અગાસી પરથી પડતુ મુકીને આયખું ટૂંકાવી લીધાનો બનાવ પોલીસ ચોપડે જાહેર થયો છે.

લાલપુર બાયપાસ ચોકડી શાંતિ હોટલ પાછળ જય હરિ બે ખાતે રહેતી પૂજાબેન આશિષભાઈ ગોંડલીયા ઉંમર વર્ષ 22 નામની પરણિતા પોતાના પતિને અવારનવાર કહયા કરતી હોય કે તેણેએ પોતાની માતાને ઉપરવટ જઇને લગ્ન કરવા માટે મનાવી લીધેલ હોય અને બાદ તે આ વાતનો અફસોસ કરતી રહેતી તેમ છતાં પોતે જાહેર કરનાર તેણીને મનાવી લેતાં હતા,

તેમ છતાં પોતાને આ વાતનું મનોમન લાગી આવતા પૂજાબેનએ દુપટ્ટા વડે પંખામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, આ બનાવની જાણ મૂળ લાલપુર તાલુકાના સેતાલુસ ગામના અને હાલ બાયપાસ ચોકડી, જય હરિ ખાતે રહેતા આશિષ નવીનભાઈ ગોંડલીયા દ્વારા ગઈકાલે પંચકોશી બી માં કરવામાં આવી હતી.

બીજા બનાવમાં જામનગરના જકાતનાકા, ગુંજના વાટિકા એપાર્ટમેન્ટ ફ્લેટનંબર 504 માં રહેતા મિલનભાઈ મનસુખભાઈ સુખાનંદી બાવાજી ઉમર વર્ષ 37 નામના યુવાને ગત તારીખ 2 ના રાત્રિના સુમારે કોઇ પણ કારણોસર પોતાની મેળે ફ્લેટની અગાસી પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ જાગૃતીબેન મિલનભાઈ સુખાનંદી દ્વારા સિટી સી માં કરવામાં આવતા પોલીસ દ્વારા પ્રાથમિક વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS