પ્રેમ મંદિર નજીક ગાર્ડનમાં પરિણીતાએ ફિનાઈલ પીધું

  • August 17, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર આવેલા લવ ટેમ્પલ નજીક ગાર્ડનમાં રહેતી પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની પ્રા વિગત મુજબ મૂળ ચોટીલાની અને હાલ કાલાવડ રોડ પર હોસ્ટેલમાં રહેતી હેતલ વિનોદભાઈ વાઘેલા (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ સાંજે બગીચામાં ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે હેતલબેનના કહેવા મુજબ પોતે ચોટીલા રહેતી હતી ત્યારે ગામના જ સચીનગીરી સાથે એક વર્ષ પહેલા પ્રેમ લ કર્યા હતા.બાદમાં બંને વડોદરા સ્થાયી થયા હતા. પરિવારજનો લની વિદ્ધમાં હતા. થોડા દિવસ પહેલા પતિ કયાંક જતા રહ્યા હતા અને કાકાજીએ મને ફોન કરી સચિનએ અમદાવાદ તરફ દવા પી લીધી હોવાનું કહ્યું હતું અને મને કાલાવડ રોડ પર આવેલી વેંદાત હોસ્ટેલમાં મૂકી ગયા હતા એ પછીથી હત્પં ટેન્શનમા રહેતી હતી. પતિનો કોઈ પતો ન લાગતા કંટાળી પગલું ભરી લીધું હતું. બનાવ અંગે વધુ તપાસ યુનિવર્સીટી પોલીસે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application