ખંભાળિયાની જનતા માટે નગરપાલિકાને પરિમલ નથવાણી દ્વારા અદ્યતન એમ્‍બ્‍યુલન્‍સનું અનુદાન

  • June 16, 2021 11:40 AM 

વતનનું ઋણ અદા કરવાનો વધુ એક પ્રયાસ

ખંભાળિયાના મુળ વતની અને રાજય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દેવભૂમિ દ્વારકા જિલ્‍લા માટે હંમેશા સેવાકાર્યો કરવા તત્‍પર રહે છે. તાજેતરમાં દ્વારકા પાલિકાને લાખો રૂપિયાના ખર્ચે  અદ્યતન એમ્‍યુલન્‍સ આપવામાં આવી છે. જે પછી આજે ખંભાળિયાની જનતાની સેવા માટે રૂ. સોળ લાખથી વધુના ખર્ચે અદ્યતન સુવિધાવાળી એમ્‍બ્‍યુલન્‍સ ખંભાળિયા પાલિકાને અર્પણ કરવામાં આવી છે.

ઓક્સિજન સિલિન્ડર તેમજ બે એ.સી. સાથેની અદ્યતન સુવિધાવાળી આ એમ્‍યુલન્‍સનું આજરોજ અહીંની કલેકટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ તકે નગરપાલિકા અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારી, તેમજ રીલાયન્‍સ કંપનીનાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.

ખંભાળિયાના વતની અને અગાઉ વિવિધ રીતે સમગ્ર પંથકને સહાયભૂત થયેલા શ્રી પરિમલભાઈ નથવાણીની વધુ એક સેવા પ્રવૃત્તિ બદલ ખંભાળિયાના નગરજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)